અમદાવાદમાં પોલીસકર્મીઓ જ નશાની હાલતમાં ઝડપાયા, મહિલા સાથે છેડતી કર્યાનો પણ આરોપ, જુઓ વીડિયો

અમદાવાદમાં પોલીસકર્મીઓ જ નશાની હાલતમાં ઝડપાયા, મહિલા સાથે છેડતી કર્યાનો પણ આરોપ, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Jan 02, 2024 | 12:32 PM

અમદાવાદના મેઘાણીનગરમાં નશાની હાલતમાં પોલીસકર્મીઓ ઝડપાયા છે. પીધેલી હાલતમાં ઝડપાયેલા પોલીસ કર્મચારીઓના નામ અક્ષય ડોડીયા અને રોહિત પરમાર હોવાનું સામે આવ્યુ છે.

એક તરફ નવા વર્ષની ઉજવણીમાં લોકો દારુ ન પીવે તે માટે ગુજરાતભરમાં પોલીસ દ્વારા કડક ચેકિંગ હાથ ધરાયુ હતુ. જો કે બીજી તરફ અમદાવાદમાં બે પોલીસ કર્મચારી જ નશામાં ધૂત હાલતમાં ઝડપાયા છે. સોસાયટીના રહીશોએ જ આ બંને પોલીસ કર્મચારીઓ અંગે પોલીસ કંટ્રોલ રુમમાં જાણ કરી હતી.

અમદાવાદના મેઘાણીનગરમાં નશાની હાલતમાં પોલીસકર્મીઓ ઝડપાયા છે. પીધેલી હાલતમાં ઝડપાયેલા પોલીસ કર્મચારીઓના નામ અક્ષય ડોડીયા અને રોહિત પરમાર હોવાનું સામે આવ્યુ છે. બંને પોલીસકર્મીઓ શાહીબાગ હેડ ક્વાર્ટરના LRD જવાન હોવાનો ખુલાસો થયો છે. બંને પોલીસકર્મીઓ પાર્વતીનગર સોસાયટીમાં ભાડે રહે છે.

આ પણ વાંચો-બ્રેકિંગ ન્યૂઝ : ગુજરાતમાં ફરી માવઠું થવાની આગાહી, 7થી 10 જાન્યુઆરીએ વરસાદની શક્યતા

નશાની હાલતમાં પોલીસકર્મીઓએ મહિલા સાથે છેડતી કર્યાનો પણ આરોપ છે. સોસાયટીના રહીશોએ પોલીસ કંટ્રોલમાં આ અંગે જાણ કરી હતી. મેઘાણીનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો