અમદાવાદ શહેરમાં વિવિધ પ્રશ્નોને લઇને કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું

કોંગ્રેસના કાઉન્સિલરોના જણાવ્યા અનુસાર લોકો દ્વારા અનેક ફરિયાદો કરવામાં આવી હોવા છતાં તેનો કોઇ યોગ્ય ઉકેલ આવતો નથી. તેમજ માત્ર સાઇટ વિઝિટ કરીને સમસ્યા ઉકેલાઈ ગઇ હોવાની બાબતો પણ સામે આવી છે.

અમદાવાદ(Ahmedabad) શહેરના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની(Drinking Water)  સમસ્યાને લઈને વિપક્ષ કોંગ્રેસ(Congress) આક્રમક બન્યું છે. જેમાં અમદાવાદ મહાનગરપાલિકાની(AMC)  ટાગોર હૉલમાં યોજાનારી સામાન્ય સભાની બેઠક પૂર્વે કોંગ્રેસના કાઉન્સિલરો દ્વારા પાણીની સમસ્યા મુદ્દે બેનર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમજ આક્ષેપ કર્યો હતો કે સત્તાધારી પક્ષ ભાજપ લોકોને પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ નીવડ્યું છે.

આ ઉપરાંત કોંગ્રેસના કાઉન્સીલર દ્વારા અનેક વિસ્તારોમાં પીવાના પાણી સાથે ડ્રેનેજ લાઇના પ્રશ્નો પણ એટલા જ વ્યાપક હોવાની ફરિયાદ કરી હતી. કોંગ્રેસના કાઉન્સિલરોના જણાવ્યા અનુસાર લોકો દ્વારા અનેક ફરિયાદો કરવામાં આવી હોવા છતાં તેનો કોઇ યોગ્ય ઉકેલ આવતો નથી. તેમજ માત્ર સાઇટ વિઝિટ કરીને સમસ્યા ઉકેલાઈ ગઇ હોવાની બાબતો પણ સામે આવી છે.

અમદાવાદ શહેરમાં મકતમપૂરા, દાણીલીમડા, ગોમતીપુર અને વટવા જેવા વિસ્તારોમાં આજે પણ મહાનગરપાલિકા દ્વારા લોકોને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી પૂરું પાડવામાં નહિ આવતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. તેમજ આ વિસ્તારમાં લોકોને તેના લીધે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

અમદાવાદ શહેરમાં નવા ઉમેરાયેલા વિસ્તારમાં હજુ પણ પ્રાથમિક સુવિધાના નેટવર્કનું કામ હજુ પણ બાકી છે. તેમજ નવા ભળેલા વિસ્તારમાં પણ કામો બાકી છે. તેમજ જૂના વિસ્તારોમાં મેઈનટેન્સના કામ ચાલુ હોવાના પગલે શહેરીજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ મહાનગરપાલિકાના વહીવટીતંત્ર દ્વારા સમય મર્યાદામાં પ્રશ્નોનો ઉકેલ નહિ આવતા લોકોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે.

આ પણ  વાંચો : અમદાવાદ શહેરની સુંદરતામાં થશે વધારો, બોપલમાં આકાર પામ્યો ઇકોલોજી પાર્ક

આ પણ વાંચો : ગુજરાતમાં બાળકોના રસીકરણ માટે આરોગ્ય વિભાગ સજ્જ, આવું છે સમગ્ર આયોજન

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati