અમદાવાદમાં 45 કરોડના રોડના કામ સિંગલ ટેન્ડરથી મંજૂર થતા વિવાદ, કોંગ્રેસે કર્યો ગેરરીતિનો આરોપ

કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, રોડ કમિટી દ્વારા 45.5 કરોડના રોડ રિસરફેસના કામો સિંગલ ટેન્ડર અને ઊંચા ભાવે મંજૂર કરવામાં આવ્યા છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2021 | 11:52 PM

અમદાવાદ(Ahmedabad)  શહેરમાં રસ્તાઓના રિપેરિંગ માટે એએમસી( AMC )હવે રોડ કન્સ્ટ્રક્શન કરતી કંપનીઓ અને કોન્ટ્રાકટરો માટે કમાણીનું સાધન બની ગયું હોય તેવો કોંગ્રેસનો(Congress)  આક્ષેપ છે.અમદાવાદ મનપાની રોડ કમિટીની બેઠકમાં અંદાજ કરતા 20 ટકા ઊંચા ભાવે સિંગલ ટેન્ડરથી રોડ રિસરફેશના કામો મંજુર કરવામાં આવતા વિવાદ થયો છે.

વરસાદની સીઝનમાં અમદાવાદ શહેરમાં કરોડો રૂપિયાના રોડ ધોવાય છે.ધોવાઇ ગયેલા રોડને રિસરફેશ કે રીગ્રેડ કરવા માટે AMC દ્વારા કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે.ત્યારે કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, રોડ કમિટી દ્વારા 45.5 કરોડના રોડ રિસરફેસના કામો સિંગલ ટેન્ડર અને ઊંચા ભાવે મંજૂર કરવામાં આવ્યા છે.મળતિયા કોન્ટ્રાક્ટરો સાથે સાંઠ-ગાંઠ કરી કામ માટે સિંગલ ટેન્ડર આવે તો પણ ઊંચા ભાવે કોન્ટ્રાક્ટરોને કામ આપવામાં આવે છે.

તો, બીજી તરફ શેડ્યુલ ઓફ રેટ્સ વર્ષ 2015-16નો હોવાના કારણે અંદાજ કરતા વધારે ભાવ આપ્યો હોવાનો સત્તા પક્ષ દ્વારા બચાવ કરવામાં આવ્યો છે.આ અંગે રોડ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, દક્ષિણ ઝોનના રોડ રિસરફેસ માટેનું કામ સિંગલ ટેન્ડરથી આવતા ફરીથી ટેન્ડરિંગ કરવાનું નકકી કર્યું છે.જ્યારે અન્ય કામોમાં 2-3 ટેન્ડરો આવેલા છે અને સારી સ્પર્ધા થયેલી છે.

મહત્વનું છે કે, અલગ અલગ વોર્ડના રસ્તાઓના રિસરફેસ માટે 45.5 કરોડના કામો રોડ કમિટી સમક્ષ મુકવામાં આવ્યા હતા. જેમાંથી વિરોધ થતાં રોડ કમિટી દ્વારા દક્ષિણ ઝોનના 6.87 કરોડના સિંગલ ટેન્ડરથી 25 ટકા ઉંચા ભાવે આવેલ કામ રદ્દ કરવામાં આવ્યું છે.જ્યારે 38.5 કરોડના અન્ય કોન્ટ્રાક્ટરના કામો અંદાજ કરતા 18થી 24 ટકાના ઉંચા ભાવથી મંજૂર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : BSFના ફ્રન્ટિયર IG જી.એસ. મલિકે કહ્યું, ગુજરાત BSFના ઈતિહાસમાં ડ્રગ્સની ઘૂસણખોરી ક્યારેય સફળ થઈ નથી

આ પણ વાંચો : અમરેલીમાં વાતાવરણ પલટાયું, કમોસમી વરસાદ પૂર્વે જાફરાબાદના દરિયામાં કરંટ જોવા મળ્યો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">