અમદાવાદ: સ્વચ્છતા અંગેના CMના નિવેદન પર કોંગ્રેસનો આક્ષેપ, શહેરી વિસ્તારોમાં થાય છે સૌથી વધુ ભ્રષ્ટાચાર- વીડિયો
અમદાવાદ: CM ભૂપેન્દ્ર પટેલના નિવેદન પર કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી છે. અમિત ચાવડાએ આક્ષેપ કર્યો કે છેલ્લા 30 વર્ષથી સરકારમાં ભ્રષ્ટાચાર ચાલે છે. તેમા પણ શહેરી વિસ્તારોમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર થાય છે.
અમદાવાદ: વિધાનસભામાં કોંગ્રેસના વિપક્ષના નેતા અમિત ચાવડાએ સરકાર પર ભ્રષ્ટાચારને લઈને આક્ષેપ કર્યો છે કે છેલ્લા 30 વર્ષથી સરકારમાં ભ્રષ્ટાચાર ચાલે છે. તેમા પણ શહેરી વિસ્તારોમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર થતો હોવાનો અમિત ચાવડાએ આક્ષેપ કર્યો. વધુમાં તેમણે ઉમેર્યુ કે જો ભ્રષ્ટાચાર બંધ થશે તો આપોઆપ ગુણવતાવાળું કામ થશે.
આપને જણાવી દઈએ કે હાલ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તૈયારીઓને લઈને નેતાઓ અને અધિકારીઓને રમુજી રીતે ટકોર કરી. ગાંધીનગરમાં કાર્યક્રમ દરમિયાન સીએમએ હળવા અંદાજમાં સ્વચ્છતા મુદ્દે કોઈ કસર ન રાખવા ટકોર કરી.
CMએ એક્શન ન લેવું પડે અને કામ થાય તે મહત્વનું છે. કોઈપણ ડેલીગેશન ગમે ત્યાં જાય સ્વચ્છતા હોવી જોઈએ. સમગ્ર વાઈબ્રન્ટ સમિટનું આયોજન કટિબદ્ધ રીતે થવું જોઈએ. અંદરો અંદર મારા વોર્ડમાં જ કામ થાય તેવું ન થવું જોઈએ. દરેક વ્યક્તિએ સહકાર અને સજેશનથી ચાલવું જોઈએ. CMના આ નિવેદન મુદ્દે અમિત ચાવડાએ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
