Ahmedabad: ”વાઈબ્રન્ટ ગુજરાત સમિટ રદ કરો અથવા વર્ચ્યુઅલ રીતે કરો” કોંગ્રેસની માગ

અમદાવાદમાં કોંગ્રેસના સ્થાપના દિવસે હાજર રહેલા સિદ્ધાર્થ પટેલે આક્ષેપો લગાવ્યા છે કે સરકાર વાઈબ્રન્ટના નામે તાયફા કરી રહી છે. જો રાજ્યના લોકોને કોરોનાથી બચાવવા હોય તો સરકારે વાઈબ્રન્ટ સમિટ રદ કરવી જોઇએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2021 | 5:34 PM

ગુજરાત (Gujarat) સહિત દેશ અને વિશ્વભરમાં કોરોનાના કેસ (Corona case) ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. તેમ છતાં રાજ્યમાં વાઈબ્રન્ટ સમિટ (Vibrant Summit) યોજાવા જઈ રહી છે. જેને લઈને રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે (Congress) વાઈબ્રન્ટ ગુજરાત સમિટ રદ કરવા માગ કરી છે.

 

અમદાવાદમાં કોંગ્રેસના સ્થાપના દિવસે હાજર રહેલા સિદ્ધાર્થ પટેલે આક્ષેપો લગાવ્યા છે કે સરકાર વાઈબ્રન્ટના નામે તાયફા કરી રહી છે. જો રાજ્યના લોકોને કોરોનાથી બચાવવા હોય તો સરકારે વાઈબ્રન્ટ સમિટ રદ કરવી જોઇએ. કારણ કે વિદેશી નાગરિકો થકી ગુજરાતના લોકો પર કોરોનાની લટકતી તલવાર છે. સાથે જ કોંગ્રેસે દાવો કર્યો કે કોરોનાના ભય વચ્ચે વિદેશી ડેલિગેટને ક્વોરેન્ટાઈન કરવું અશક્ય છે.

 

 

વાયબ્રન્ટ સમિટ વિશે જણાવતા કોંગ્રેસ નેતા સિદ્ધાર્થ પટેલે કહ્યું કે ધિરાણ એટલે કે જે મૂડી રોકાણની અપેક્ષા હતી તે મૂડી રોકાણ વાઈબ્રન્ટ સમિટ દ્વારા આવતી નથી. જે સફળતાની અપેક્ષાએ વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યુ છે એ સફળ થઈ શકે તેમ નથી. તેમણે એમ પણ જણાવ્યુ કે કોરોનાના ભય વચ્ચે વિદેશી ડેલિગેટને ક્વોરેન્ટાઈન કરવું અશક્ય છે. તેથી સરકારે વાઈબ્રન્ટ ગુજરાતને રદ કરવું જોઈએ અથવા વર્ચ્યુઅલ કરી દેવું જોઈએ.

 

 

અમદાવાદમાં કોંગ્રેસના સ્થાપના દિવસે સિદ્ધાર્થ પટેલ સહિત અન્ય કાર્યકર્તાઓ ઉજવણી કરી. કોંગ્રેસ પાર્ટી આજે તેનો 137મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. પાર્ટીના કાર્યકરો આ દિવસને સંકલ્પ દિવસ તરીકે ઉજવે છે. ઉજવણી દરમિયાન સિદ્ધાર્થ પટેલે આ નિવેદન આપ્યુ હતુ.

 

 

આ પણ વાંચોઃ દેશમાં નશાખોરીને ડામવા ગૃહમંત્રી અમિત શાહે બોલાવી બેઠક, ડ્રોન-સેટેલાઇટના ઉપયોગ સહિત અનેક મહત્વના નિર્ણયો લેવાયા

 

આ પણ વાંચોઃ GANDHINAGAR : કોરોના સંદર્ભે મહાનગરો અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે મુખ્ય સચિવની સમીક્ષા બેઠક, વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી જરૂરી માર્ગદર્શન અપાયું

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">