અમદાવાદ એસ. જી હાઇવેથી એરપોર્ટ સુધી બીઆરટીએસ દોડાવાશે, કોર્પોરેશનનો નિર્ણય

અમદાવાદના એસ.જી. હાઈવે થી એરપોર્ટ બસ સેવા કર્ણાવતી ક્લબથી ઇસ્કોન સર્કલ, શિવરંજની, હિંમતલાલ પાર્ક, IIM,શાસ્ત્રીનગર, RTO,શાહીબાગ થી એરપોર્ટનો રૂટ નક્કી કરાયો છે

અમદાવાદના(Ahmedabad)  એસ.જી. હાઈવે થી એરપોર્ટ સુધીની BRTS શટલ બસ સેવા 3 વર્ષથી બંધ હતી. આ સેવા કોર્પોરેશને ફરી શરુ કરવાનો નિર્ણય લેવાયો છે. જેમાં દિવાળી પહેલા આ બસ સેવા શરૂ થઈ જશે. એરપોર્ટ પર CCTVથી સજ્જ BRTS બસ સ્ટેન્ડ બનાવાશે.

જેમાં સવારે 6થી રાતે 11 સુધી દર 30 મિનિટે બસ મળશે. જેમાં એરપોર્ટ બસ સેવા કર્ણાવતી ક્લબથી ઇસ્કોન સર્કલ, શિવરંજની, હિંમતલાલ પાર્ક, IIM,શાસ્ત્રીનગર, RTO,શાહીબાગ થી એરપોર્ટનો રૂટ નક્કી કરાયો છે.

આ પણ વાંચો : મહીસાગરના શહેરાના લાંચિયા અધિકારીઓના કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

આ પણ વાંચો : ગાંધીનગર રૂપાલમાં નીકળી વરદાયિની માતાની પલ્લી, ગામલોકોએ જાળવી પરંપરા

 

Click on your DTH Provider to Add TV9 Gujarati