અમદાવાદ પુસ્તક મેળામાં આસારામના સાહિત્યને લઈ વિવાદ સર્જાયો, જ્ઞાનગંગા સ્ટોલ બંધ કરાયો
અમદાવાદમાં બુક ફેર શરુ કરવામાં આવ્યો છે. જ્યાં બુક ફેરમાં આસારામના સાહિત્ય પુસ્તકોનો પણ સ્ટોલ ફાળવવામાં આવતા વિવાદ સર્જાયો હતો. કેટલાક લોકોએ સ્ટોલને બંધ કરાવવા માટે વિરોધ કર્યો હતો. વિરોધને પગલે સ્ટોલ બંધ કરી દેવામાં આવ્યો હતો અને વિવાદને ઠારવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો.
અમદાવાદમાં યોજાઈ રહેલા પુસ્તક મેળો યોજવામાં આવ્યો છે. આ બુકફેરમાં જ્ઞાન ગંગા બુક સ્ટોળ ફાલવવામાં આવ્યો હતો. જે બુક સ્ટોલમાં આસારામના સાહિત્યો અને પુસ્તકોનું વેચાણ કરવામાં આવી રહ્યુ હતુ. આસારામના સાહિત્યને લઈ વિવાદ વકરવા લાગ્યો હતો અને ફાળવવામા આવેલ પુસ્તક સ્ટોલને બંધ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ ભારતના આ સુંદર પ્રદેશમાં પૂર્વ મંજૂરી વિના ત્યાંની ધરતી પર પગ પણ મુકી શકાતો નથી, જાણો
બુક સ્ટોલ બંધ કરાવવા સાથે જ સ્ટોલ પરના બોર્ડને કાપડથી ઢાકી દેવામાં આવ્યુ હતુ. સ્ટોલમાં હાજર કર્મીઓએ પણ સ્ટોલમાંથી પુસ્તકોને અને સાહિત્ય સામગ્રીને ભરીને લઈ જવાનુ શરુ કર્યુ હતુ. તો વળી આ અંગે સ્ટોલનું સંચાલન કરનારા વ્યક્તિએ અન્ય સ્ટોલ નજીકમાં ફાળવાયો હોઈ હેરફેર કરતા હોવાનું કહીને વાત ટાળવા માટે પ્રયાસ કર્યો હતો.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jan 07, 2024 07:55 PM
Latest Videos
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
