Ahmedabad : પઠાણ ફિલ્મના વિરોધમાં બજરંગ દળનો થિયેટરમાં હંગામો, પઠાણના પોસ્ટર ફાડી દુર કર્યા

અમદાવાદના વસ્ત્રાપુર પાસેના અમદાવાદ વન મોલમાં બજરંગ દળના કાર્યકરોએ પઠાણ મૂવીનો વિરોધ કર્યો હતો. જેમાં તેમણે શાહરૂખ ખાન અને અન્ય સ્ટાર કાસ્ટની તસવીરોને નુકસાન પહોંચાડ્યું હતું. બીજી તરફ જો આ ફિલ્મ રિલીઝ થશે તો વધુ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી આપી હતી

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 04, 2023 | 11:49 PM

અમદાવાદના વસ્ત્રાપુર પાસેના અમદાવાદ વન મોલમાં બજરંગ દળના કાર્યકરોએ પઠાણ મૂવીનો વિરોધ કર્યો હતો. જેમાં તેમણે શાહરૂખ ખાન અને અન્ય સ્ટાર કાસ્ટની તસવીરોને નુકસાન પહોંચાડ્યું હતું. બીજી તરફ જો આ ફિલ્મ રિલીઝ થશે તો વધુ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી આપી હતી. આ સમયે અન્ય લોકો પણ મોલમાં હાજર હતા જે આ સમગ્ર મામલો જોઈને ગભરાઈ ગયા હતા.

આ પૂર્વે બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની મેગા બજેટ ફિલ્મ ‘પઠાણ’ લઇને દિનપ્રતિદિન વિરોધ વધી રહ્યો છે. પઠાણના વિરોધમાં અનેક હિંદુ સંગઠનો તેમજ સાધુ-સંતો મેદાનમાં આવ્યા છે. ત્યારે પઠાણનો વિરોધ હવે ગુજરાત સુધી પહોંચ્યો છે. લોક સાહિત્યકાર રાજભા ગઢવી પઠાણ ફિલ્મના વિરોધમાં આવ્યા છે. રાજભા ગઢવીએ જણાવ્યું કે બોલીવુડે નક્કી કર્યું છે કે, હિન્દુત્વ અને સનાતમ ધર્મનું કંઇક ને કંઇક અપમાન કરતા રહેવું. છેલ્લા 75 વર્ષથી બોલીવુડે આ જ કર્યું છે. આથી ગુજરાતમાં આ ફિલ્મ ચાલવા દેવી ન જોઇએ.

તાજેતરમાં ફિલ્મનું સોન્ગ ‘બેશરમ રંગ..’ રિલીઝ કરવામાં આવ્યું હતું અને હવે આ ગીતને લઇને જ ફિલ્મનો વિરોધ થઇ રહ્યો છે. ગીતમાં શાહરૂખ અને દીપિકા વચ્ચે સિઝલિંગ કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. પરંતુ ગીતમાં દીપિકા પાદુકોણે ભગવા રંગનો બોલ્ડ ડ્રેસ પહેર્યો છે. જેના કારણે દેશના અનેક હિંદુ સંગઠનોએ તેનો વિરોધ કર્યો છે.

હિંદુ સંગઠનોએ બોલીવુડ તેમજ શાહરૂખ પર સનાતન ધર્મનું અપમાન કરવાનો આરોપ લગાવી ‘પઠાણ’ પર પ્રતિબંધ મુકવાની માગ કરી છે. તેમનું કહેવું છે કે બોલિવુડ સતત એ શોધવાનો પ્રયાસ કરે છે કે સનાતન ધર્મની મજાક કેવી રીતે ઉડાવી શકાય. હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કેવી રીતે કરવું. પઠાણ ફિલ્મમાં દીપિકા પાદુકોણે ભગવા રંગની બિકીની પહેરીને સાધુ-સંતો અને દેશના ભગવા રંગને ઠેસ પહોંચાડી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">