Ahmedabad: કોરોનાની સ્થિતિને ધ્યાને રાખી AMCનો મોટો નિર્ણય, AMC વેડિંગ હોલ કેન્સલ કરવા પર 95 ટકા પેમેન્ટ રિફંડ કરશે

ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં કોરોનાના કેસ ખૂબ જ તીવ્ર ગતિથી વધી રહ્યા છે. જેને લઈને સરકારે લગ્ન પ્રસંગોમાં હાજરીને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જે મુજબ હવે લગ્ન પ્રસંગોમાં માત્ર 150 લોકોને બોલાવવાની છુટ છે.

અમદાવાદ મ્યુનીસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) દ્વારા કોરોના (Corona)ની પરીસ્થિતિમાં લગ્ન પ્રસંગ માટે હોલનું બૂકિંગ કેન્સલ કરાવી દેનારા લોકો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. AMC સંચાલિત હોલ અને પાર્ટી પ્લોટમાં જેમણે બુકિંગ કરાવ્યું છે તેમને 95 ટકા રકમ પરત આપવાનો નિર્ણય AMCએ કર્યો છે

ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં કોરોનાના કેસ ખૂબ જ તીવ્ર ગતિથી વધી રહ્યા છે. જેને લઈને સરકારે લગ્ન પ્રસંગોમાં હાજરીને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જે મુજબ હવે લગ્ન પ્રસંગોમાં માત્ર 150 લોકોને બોલાવવાની છુટ છે. જેથી ધામ ધૂમથી લગ્ન કરવાની ઈચ્છા ધરાવનાર કે અન્ય કારણોસર લોકો લગ્ન હાલ પુરતા મોકુફ રાખી રહ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાની પરિસ્થિતિના કારણે લગ્ન કેન્સલ કરાતા દીકરી કે દીકરાના માતા-પિતાને મોટુ નુકસાન ન થાય તે માટે AMCએ મોટો નિર્ણય લીધો છે. AMC સંચાલિત હોલ અને પાર્ટી પ્લોટમાં જેમણે બૂકિંગ કરાવ્યું છે તેમને 95 ટકા રકમ પરત આપવાનો નિર્ણય AMCએ કર્યો છે.

અમદાવાદમાં કોરોનાના કેસો વધતા એએમસી એક્શનમાં આવ્યું છે. વધતા કોરોનાના કેસોને લઈને આ અંગે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. શહેરમાં દરરોજ 20 હજારથી વધારે ટેસ્ટિંગ કરવામાં આવે છે. શહેરમાં હાલ 110 ધન્વંતરી રથ કાર્યરત છે.

418થી વધુ સંજીવની રથ કાર્યરત છે. 104 તાવની હેલ્પલાઈન માટે 9 ટીમો કાર્યરત કરવામાં આવી છે. 49 ટેસ્ટિંગ માટેના ડોમ શરૂ કરવામાં આવ્યા છે. 4,170 બેડની વ્યવસ્થા કરાઈ છે. જેમાં 1,800 ઓક્સિજન અને 650 ICU બેડ તૈયાર રખાયા છે. ઉપરાંત 21 ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ Aravalli: માંકરોડા ગામમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો પરિણીતાનો મૃતદેહ, પરિવારને હત્યા થઈ હોવાની આશંકા

આ પણ વાંચોઃ Ahmedabad: ઉત્તરાયણના પર્વ પર જીવદયા સહિતની સંસ્થા કરશે ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર, 150 ડોક્ટર સહિતનો સ્ટાફ હાજર

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati