અમદાવાદ કોર્પોરેશને કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી તૈયારીઓ શરૂ કરી

અમદાવાદ કોર્પોરેશન દ્વારા એલજી હોસ્પિટલમાં 55 વેન્ટિલેટર, એસવીપી હોસ્પિટલમાં 138 વેન્ટિલેટર, વીએસ હોસ્પિટલમાં 40 અને શારદાબેન હોસ્પિટલમાં 17 વેન્ટિલેટર સાથેના આઇસીયુ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2021 | 12:11 AM

અમદાવાદ (Ahmedabad ) મહાનગર પાલિકાએ કોરોનાની(Corona)  ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી તૈયારીઓ શરૂ કરી છે. જેમાં એએમસી(AMC)  સંચાલિત વિવિધ હોસ્પિટલમાં વેન્ટિલેટર(Ventilator)  સાથેના બેડનું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. એસવીપી, શારદાબેન, એલજી અને વીએસ હોસ્પિટલમાં વધારાના 250 વેન્ટિલેટર બેડની વ્યવસ્થા કરવામાં આવી છે..

જે અંતર્ગત એલજી હોસ્પિટલમાં 55 વેન્ટિલેટર, એસવીપી હોસ્પિટલમાં 138 વેન્ટિલેટર, વીએસ હોસ્પિટલમાં 40 અને શારદાબેન હોસ્પિટલમાં 17 વેન્ટિલેટર સાથેના આઇસીયુ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.. ઓક્સિજનને લઈને પણ એએમસી દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે.. શહેરના 20 પ્રાથમિક આરોગ્ય સેન્ટર પર ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવામાં આવ્યા છે..

આ ઉપરાંત પાલડીના નરોત્તમ ઝવેરી હોલને કોવિડ હોસ્પિટલ તરીકે ડેવલોપ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે..

અમદાવાદ (Ahmedabad) મહાનગરપાલિકાએ કોરોનાની (Corona) ત્રીજી લહેરને(Third Wave) રોકવા માટે કવાયત હાથ ધરી છે. જેમાં શહેરમાં 21 દિવસમાં કોરોનાના 187 કેસ નોંધાયા છે. તેમજ અમદાવાદ શહેરના પ્રથમ ડોઝના કોરોના વેકસીનેશનનો 100 ટકા લક્ષ્યાંક પૂર્ણ થઇ ચૂકયો છે. જયારે બે ડોઝ લીધેલા લોકોની સંખ્યા 55 ટકા જ છે.

જેના પગલે મહાનગરપાલિકા બીજો ડોઝ લેનારા લોકો માટે ડોર ટુ ડોર વેકસીનેશનની શરૂઆત કરી છે. તેમજ રજીસ્ટટ કરેલા લોકોને આરોગ્ય વર્કર દ્વારા ઘરે જ વેક્સિન આપવામાં આવી રહી છે. આ ઉપરાંત કોવિન એપ રજીસ્ટર મોબાઈલ નંબર પરથી બીજો ડોઝ બાકી હોય તેવા લોકોનો સંપર્ક પણ કરવામાં આવી રહ્યો છે.

આ પણ  વાંચો : વડોદરામાં એક કરોડની ઠગાઇના કેસમાં ચાર આરોપીના આઠ દિવસના રિમાન્ડ મંજૂર

આ પણ વાંચો : નવસારી યુવતી દુષ્કર્મ અને આત્મ હત્યા કેસનો ભેદ જલ્દી જ ઉકેલાશે, હર્ષ સંઘવીનો દાવો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">