અમદાવાદમાં (Ahmedabad) બગોદરા (Bagodara) નજીક ગમખ્વાર અકસ્માત (Accident) સામે આવ્યો છે. બગોદરા નજીક તુફાન ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 3 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. ત્યારે આ અકસ્માતમાં અન્ય 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ભયંકર અકસ્માતના કારણે વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. ત્યારે 10 ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હોવાની માહિતી સામે આવી છે. જણાવી દઈએ કે ટ્રકને પાછળથી તૂફાન ગાડી ઘૂસી જતા આ અકસ્માત સર્જાયો છે.
અમદાવાદ શહેરની વાત કરીએ તો, શહેરમાં વધતા જતા વાહનો વચ્ચે અકસ્માતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. અકસ્માત કેસને ઘટાડવા માટે બ્લેક સ્પોટ જાહેર કરાયેલાં 6 સ્થળ પર 3 વર્ષમાં 53 અકસ્માતમાં 25 લોકોના મોત થયાં છે. હાલ 32 જેટલા બ્લેક સ્પોટ ટ્રાફિક વિભાગ જાહેર કર્યા છે. બ્લેક સ્પોટમાં વધારો ન થાય તે માટે અલગ અલગ એજન્સીઓ રિર્ચસ કરી રહી છે. જોઇએ કેટલા છે બ્લેક સ્પોટ જેથી વાહનચાલકો સર્તક રહેવાની જરૂર છે.
આ પણ વાંચો: દારુની ખેપ મારનારાઓની ખેર નથી: વલસાડ જિલ્લાના તમામ એન્ટ્રી પોઈન્ટ પર પોલીસનો બંદોબસ્ત, સઘન ચેકિંગ