Ahmedabad : વસ્ત્રાપુરમાં 2 કરોડની લૂંટ, આરોપીની ધરપકડ
વસ્ત્રાપુરની આંગડિયા પેઢીના કર્મચારીઓની આંખમાં મરચું નાંખી 2 કરોડની લૂંટ થઇ છે. વસ્ત્રાપુર તળાવ પાસે આવેલી મહેન્દ્ર સોમા પટેલ આંગડિયા પેઢીની આ ઘટના છે.
Ahmedabad : કોરોના પર અંકુશ આવતાની સાથે શહેરમાં ફરી ક્રાઇમ રેશિયો વધી રહ્યો છે. ફરી શહેરમાં એક મોટી લૂંટની ઘટના બની છે. વસ્ત્રાપુરની આંગડિયા પેઢીના કર્મચારીઓની આંખમાં મરચું નાંખી 2 કરોડની લૂંટ થઇ છે. વસ્ત્રાપુર તળાવ પાસે આવેલી મહેન્દ્ર સોમા પટેલ આંગડિયા પેઢીની આ ઘટના છે. જોકે, ઘટના બની ત્યારે નજીકમાં જ ઉભેલી વસ્ત્રાપુર પોલીસે 2 કરોડ લૂંટી ભાગતા લુંટારુને પકડી લીધો છે. વસ્ત્રાપુરમાં જાહેર રોડ પર બનેલી ઘટનાથી ચકચાર મચી છે. આરોપીને પકડીને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન લઇ જવાયો છે. આ કેસમાં હાલ તો આરોપી ઝડપાઇ જતા મોટી લૂંટની ઘટનામાં રૂપિયા પણ રિકવર થઇ ગયા છે.
Latest Videos
Latest News