અમદાવાદ : પીએમ મોદીના રોડ શો પહેલા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સુરક્ષાની સમીક્ષા, જુઓ વીડિયો
અમદાવાદમાં થોડીવારમાં જ પીએમ મોદીનો રોડ શો યોજાવાનો છે. જેની સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ત્યારે ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ સુરક્ષાની સમિક્ષા કરી છે. રોડ શો માટે ગાંધીનગરમાં કુલ 5 સ્વાગત પોઈન્ટ તૈયાર કરવામાં આવ્યા છે.
અમદાવાદમાં થોડીવારમાં જ પીએમ મોદીનો રોડ શો યોજાવાનો છે. જેની સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ત્યારે ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ સુરક્ષાની સમિક્ષા કરી છે. રોડ શો માટે ગાંધીનગરમાં કુલ 5 સ્વાગત પોઈન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં નર્મદા કેનાલ, શંખ મંદિર, ગ્રીનલેન્ડ એપ્રોચ પાસે સ્વાગત પોઈન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. તો ઓપ્યુલન્સ એપ્રોચ અને PDEU એપ્રોચ પાસે પણ પીએમ મોદીનું સ્વાગત કરવા માટે પોઈન્ટ બનાવ્યા છએ. તેમજ ગાંધીનગર લોકસભા બેઠકના ધારાસભ્યો સમર્થકો સાથે સ્વાગત પોઈન્ટ પર ઉભા રહેશે.
હાલમાં જ ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત ભારતના સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કર્યુ છે.ગાંધીનગરમાં 9 થી 13 જાન્યુઆરી દરમિયાન કુલ 2 લાખ ચોરસ મીટર વિસ્તારમાં આ ગ્લોબલ ટ્રેડ શો યોજાયો છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
