31 ડિસેમ્બર પૂર્વે બુટલેગરો બેફામ, અંબાજીમાં 12 લાખનો વિદેશી દારુ ભરેલુ કન્ટેનર ઝડપાયુ

સઘન ચેકિંગ વચ્ચે અંબાજીમાં વિદેશી દારુ ભરેલુ કન્ટેનર ઝડપાયુ છે. અંદાજે 12 લાખનો દારુ અને 10 લાખનું કન્ટેનર કબજે કરાયુ છે.

TV9 GUJARATI

| Edited By: Gautam Prajapati

Dec 27, 2021 | 7:45 AM

થર્ટી ફર્સ્ટને (31st) લઇ અંબાજી પોલીસે (Ambaji Police) બોર્ડર પર સઘન ચેકિંગ હાથ ધર્યું છે. થર્ટી ફર્સ્ટની પાર્ટી માટે કોઈ પણ પ્રકારના માદક દ્રવ્યોની હેરાફેરી ન થાય તે માટે ગુજરાત-રાજસ્થાનની બોર્ડર છાપરી પર પોલીસે સઘન ચેકીંગ ઝુંબેશ શરૂ કરી છે. રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશતા વાહનોની પોલીસ દ્વારા તપાસ કરાઈ રહી છે. તો બીજી તરફ તપાસમાં વાહનચાલકો પણ સહકાર આપી રહ્યાં છે અને પોલીસ તપાસને યોગ્ય ગણાવી રહ્યા છે.

તી આ સઘન ચેકિંગ વચ્ચે અંબાજીમાં વિદેશી દારુ ભરેલુ કન્ટેનર ઝડપાયુ છે. અંદાજે 12 લાખનો દારુ અને 10 લાખનું કન્ટેનર કબજે કરાયુ છે. ત્યારે આ દારુ લઈને આવતા ડ્રાઈવરની પણ અટકાયત કરવામાં આવી છે. જણાવી દઈએ કે એક સરહદ ચેકપોસ્ટ ઉપર પોલીસની વોચ હતી. તો બીજી ચેકપોસ્ટથી દારુ ભરેલુ કન્ટેનર પસાર થયાનું અનુમાન આવતા કાર્યવાહી હાથ દહ્ર્વામાં આવી હતી.

31 ડિસેમ્બર પુર્વે જ વિજીલન્સ પોલીસને મોટી સફળતા મળી છે. વિદેશી દારુનીના કાર્ટુન પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં ઉતારવામા આવી રહ્યા છે. દારુની પેટીઓની ગણતરી હજી બાકી છે. ડ્રાઈવરે કન્ટેનરમાં બિસ્કીટના કાર્ટુન ભરેલા હોવાનું જાણાવ્યુ હતુ. પરંતુ તપાસ કરતા આખુ કન્ટેનર વિદેશી દારુની પેટીઓ ભરેલું નીકળ્યું હતું.

 

આ પણ વાંચો: Rajkot: વિદ્યાર્થીઓના કોરોના સંક્રમણમાં વધારો, કોરોના સંક્રમિત વિદ્યાર્થીઓની ઉત્તરાખંડની ટ્રાવેલ હિસ્ટ્રી

આ પણ વાંચો: Paytm Spoof: બેધડક નકલી Paytm એપનો થઈ રહ્યો છે ઉપયોગ, તમે પણ બની શકો છો આનો શિકાર, જાણો બચવાની રીત

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati