Banaskantha : ચૂંટણી પહેલા ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી કરોડોની ઝડપાઈ રોકડ, ગણતરી માટે મંગાવવા પડ્યા મશીન !

માવલ ચોકી પર પોલીસને શંકા જતા ગુજરાત (Gujarat)  પાસિંગની ગાડીઓ રોકી ચેકિંગ હાથ ધર્યું હતું. કરોડોની રોકડ કયાંથી આવી જેને લઈને આબુરોડ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2022 | 11:07 AM

વિધાનસભાની ચૂંટણી (Gujarat Election) પહેલા ગુજરાત રાજસ્થાન સરહદ (Gujarat- Rajasthan Border) પરથી કરોડોની જંગી રોકડ ઝડપાઈ છે. માવલ ચોકી પાસેથી 5 કરોડથી વધુ રકમ સાથે પોલીસે ચાર લોકોને ઝડપી પાડયા છે. તમામ આરોપી અમદાવાદના (Ahmedabad) રહેવાસી છે. રોકડ રકમ વધુ હોવાના કારણે ગણતરીમાં 7 કલાકથી વધુ સમય લાગ્યો હતો. જંગી રકમની તપાસ જોધપુર આયકર વિભાગ કરશે. માવલ ચોકી પર પોલીસને શંકા જતા ગુજરાત (Gujarat)  પાસિંગની ગાડીઓ રોકી ચેકિંગ હાથ ધર્યું હતું. કરોડોની રોકડ કયાંથી આવી જેને લઈને આબુરોડ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

કરોડોની રોકડ અંગે તપાસનો ધમધમાટ

ગુજરાત વિધાનસભા ચૂંટણીના (Gujarat Assembly Election) પડઘમ વાગી ચૂક્યા છે. દરેક રાજકીય પાર્ટીઓ (Political Party) મતદારોને રીઝવવા એડી ચોટીનુ જોર લગાવી રહ્યા છે. આ વખતે ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ જામશે.ત્યારે PM મોદી સહિતના રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ પણ વધી રહ્યા છે. હાલ 27 વર્ષથી શાસન કરી રહેલી ભાજપ પણ ગૌરવ યાત્રા થકી પ્રચાર કરી રહી છે. આ બધાની વચ્ચે ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી કરોડોની રકમ મળી આવતા હાલ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. હાલ પોલીસે ગુજરાત પાસિંગ ગાડીઓમાંથી મળી આવેલ રકમ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">