વાવેતરને લઈ આવ્યા સારા વાવડ , રાજ્યમાં 30.21 લાખ હેક્ટરમાં વાવેતર પૂર્ણ, હજુ પાંચ દિવસ વાવણીલાયક વરસાદની આગાહી

કૃષિ પ્રધાન રાઘવજી પટેલે (Raghavji Patel) કહ્યું કે રાજ્યમાં 30.21 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. જે છેલ્લા ત્રણ વર્ષની સરખામણીએ હજુ 34 ટકા જ છે.

TV9 GUJARATI

| Edited By: Tanvi Soni

Jul 06, 2022 | 2:09 PM

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ (Rain) થતા વાવેતરને લઈ સારા સંકેત મળ્યા છે. ગુજરાતમાં (Gujarat) છેલ્લા 10 દિવસથી સાર્વત્રિક મેઘમહેર બાદ વાવેતર (Sowing) વધ્યું છે. કૃષિ પ્રધાન રાઘવજી પટેલે કહ્યું કે રાજ્યમાં 30.21 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. જે છેલ્લા ત્રણ વર્ષની સરખામણીએ હજુ 34 ટકા જ છે. જો કે રાજ્યમાં પાછલા દસ દિવસથી વાવણી લાયક વરસાદ પડતા ખરીફ ઋતુનું વાવેતર હજી વધવાની શક્યતા છે.

વાવેતર લાયક વરસી ગયો: રાઘવજી પટેલે

કૃષિ મંત્રી રાઘવજી પટેલે Tv9 સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે રાજ્યમાં થયેલા વાવેતરને લઇને સારા સંકેત આપ્યા છે. તેમણે જણાવ્યુ હતુ કે, છેલ્લા 10 દિવસથી રાજ્યના જુદા જુદા વિસ્તારમાં સારો વરસાદ વરસી રહ્યો છે. આજ સુધીમાં લગભગ મોટા ભાગના તાલુકાઓમાં સારો એવો વરસાદ વરસ્યો છે. એટલે લગભગ તમામ વિસ્તારમાં વાવેતર લાયક વરસી ગયો છે.

30.21 લાખ હેકટરમાં વાવેતર થયુ: રાઘવજી પટેલે

રાઘવજી પટેલે જણાવ્યુ હતુ કે, રાજ્યમાં 3 વર્ષની સરેરાશ 86.31 લાખ હેકટરની સામે 30.21 લાખ હેકટરમાં વાવેતર થઇ ચુક્યુ છે. કેટલુક વાવેતર આગોતરુ પણ થયુ છે. લગભગ 34 ટકા વિસ્તારમાં ખેતી લાયક જમીનમાં વાવેતર થઇ ગયુ છે. જે વિભાગોમાં વાવણી લાયક વરસાદ નથી. પણ હવામાન વિભાગે કરેલી 5 દિવસના વરસાદની આગાહીને પગલે સમગ્ર રાજ્યમાં તમામ તાલુકામાં વાવણીલાયક વરસાદ વરસવાની આશા રાઘવજી પટેલે વ્યક્ત કરી હતી.

રાઘવજી પટેલે Tv9 સાથે જણાવ્યુ હતુ કે, રાજ્યમાં મગફળીનું 10.15 લાખ હેકટરમાં વાવેતર થયું છે. તો સૌથી વધારે 15.56 લાખ હેકટરમાં કપાસની વાવણી થઈ છે. જ્યારે ધાન્ય અને કઠોળનું 4.50 લાખ હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું છે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati