ઘઉં બાદ હવે ખાંડની નિકાસ પર પ્રતિબંધ, કેન્દ્ર સરકારે ખાંડની નિકાસ પર મુક્યો પ્રતિબંધ

કેન્દ્ર સરકારે ઘઉં બાદ હવે ખાંડની નિકાસ પર પ્રતિબંધ મુક્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા આગામી 1 જૂનથી 31 ઓક્ટોબર સુધી ખાંડ નિકાસ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 25, 2022 | 7:46 PM

Surat: કેન્દ્ર સરકારે ઘઉં બાદ હવે ખાંડની નિકાસ પર પ્રતિબંધ મુક્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા આગામી 1 જૂનથી 31 ઓક્ટોબર સુધી ખાંડ નિકાસ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે. ત્યારે રાજ્ય ખાંડ ઉદ્યોગ સંઘનું કહેવું છે કે, રાજ્યમાં ખાંડ ઉદ્યોગ દ્વારા 85 લાખ મેટ્રિક ટન પૈકી 71 લાખ મેટ્રીક ટન ખાંડ નિકાસ થઈ ચૂકી છે. તે પછી કોઈ પણ સુગર મિલો નવા કરારો કરી શકશે નહીં. ખાંડના વેપારીઓનું કહેવું છે કે યુપી, મહારાષ્ટ્ર સાથે ગુજરાતમાં કેટલીક સુગર ફેક્ટરીઓ હજુ પણ ચાલુ છે. ગત વર્ષે 304 લાખ મેટ્રિક ટન ખાંડ ઉત્પાદન થયું હતું. જયારે આ વર્ષે 360 લાખ મેટ્રિક ટન ખાંડનું ઉત્પાદન થાય તેવી શક્યતા છે. મહત્વનું છે કે ભારત વિશ્વમાં બ્રાઝિલ બાદ ખાંડનો બીજો સૌથી મોટો ઉત્પાદક અને નિકાસકાર છે. અને કેન્દ્ર સરકારે સ્થાનિક સ્તરે વધતા ભાવોને અંકુશમાં લાવવા તેમજ સપ્લાય પડકારોને દૂર કરવાના હેતુથી ખાંડની નિકાસ પર પ્રતિબંધ મુક્યો છે.

મહત્વનું છે કે, 3 હાલ ખાંડ બજારમાં જથ્થા બંધ ભાવોમાં 33 થી 34 રૂપિયે ખાંડ વેચાઇ રહી છે. જોકે માર્કેટમાં કમિશન અન્ય ખર્ચાઓ ચઢાવીને એ જ ખાંડ 38 રૂપિયે વેચાય છે. ત્યારે ખાંડના બજારમાં ઉછાળો ના આવે અને ભાવો જળવાય રહે તેના આગોતરા આયોજન માટે સરકાર નિર્ણય કરી રહી હોવાનું રાજ્ય ખાંડ ઉદ્યોગ માની રહ્યું છે. જેથી ઘરેલુ બજાર નીચું જઈ શકે.

(With Inputs of Jignesh Mehta)

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">