ગાંધીનગર મહાનગરપાલિકામાં વિજય બાદ સી.આર.પાટીલનો કટાક્ષ, કહ્યું ગાજ્યા મેઘ વરસ્યા નહિ

ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે આમ આદમી પાર્ટી પર કટાક્ષ કરતા કહ્યું કે- ગાજ્યા મેઘ વરસ્યા નહીં.. ગુજરાતમાં ત્રીજી પાર્ટીને કોઈ સ્થાન નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2021 | 2:18 PM

ગાંધીનગર મહાનગરપાલિકાની(Gandhinagar Corporation)ચૂંટણીમાં ભાજપનો(BJP)ભવ્ય વિજય થયો છે. કમલમ ખાતે ભાજપે જીતનો જશ્ન મનાવ્યો હતો. સીએમ ભુપેન્દ્ર પટેલ(Bhupendra Patel)અને ભાજપના પ્રદેશ સી.આર.પાટીલ( CR Patil)પ્રમુખ કમલમ પહોંચ્યા હતા. જ્યાં તેમણે એકબીજાનું મોઢું મીઠુ કરાવીને જીતની ઉજવણી કરી. આ સમયે કમલમ ખાતે મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકરો ઉમટી પડ્યા હતા.

ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે આમ આદમી પાર્ટી પર કટાક્ષ કરતા કહ્યું કે- ગાજ્યા મેઘ વરસ્યા નહીં.. ગુજરાતમાં ત્રીજી પાર્ટીને કોઈ સ્થાન નથી.. તેમણે ભાજપના કાર્યકરો સહિત તમામ હોદ્દેદારોનો આભાર માન્યો.. સીએમ ભુપેન્દ્ર પટેલે પણ સૌનો આભાર માન્યો અને લોકોએ મૂકેલા વિશ્વાસ પર ખરા ઉતરવાનો દાવો કર્યો…

આ પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે તમામ કાર્યકરોનો આભાર માન્યો હતો. તેમજ ભાજપને મત આપીને વિજયી બનાવવા બદલ મતદારોનો આભાર માન્યો હતો. આ તકે તેમણે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો પણ આભાર માન્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પ્રચાર દરમિયાન આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપે એડીચોટીનું જોર લગાવી દીધુ હતું. પરંતુ આજે જેમ-જેમ પરિણામ આવતા ગયા તેમ તેમ કોંગ્રેસનો રકાસ જોવા મળ્યો જ્યારે આમ આદમી પાર્ટીનું પણ સુરસુરિયું થઈ ગયું. ભાજપે ઇતિહાસ રચ્યો છે. 10 વર્ષમાં પહેલીવાર ભાજપે બહુમતી મેળવી છે.મોટાભાગના વોર્ડમાં ભાજપની આખેઆખી પેનલ જીતી છે.

આ પણ વાંચો : અમદાવાદની પેટાચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો, ​​​ચાંદખેડા-ઈસનપુર વોર્ડમાં ભાજપની જીત

આ પણ વાંચો:  ખેડા જિલ્લાની તાલુકા પંચાયતની એક બેઠક પર આપના ઉમેદવારનો વિજય

Follow Us:
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
g clip-path="url(#clip0_868_265)">