અમદાવાદ શહેરમાં લાંબા વિરામ બાદ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

અમદાવાદ શહેરના વસ્ત્રાલ , ઓઢવ , CTM,રબારી કોલોની સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે.

ભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં વરસાદનું આગમન થયું છે. જેમાં
શહેરના પૂર્વ વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળો સાથે મેઘરાજાનું આગમન થયું છે. શહેરના વસ્ત્રાલ , ઓઢવ , CTM,રબારી કોલોની સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે.

આગામી 48 કલાક દરમ્યાન અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે શહેરમાં મેઘરાજાનું આગમન થતા ભારે બફારા થી શહેરીજનોને રાહત મળી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 7, 8 અને 9 સપ્ટેમ્બરે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત , દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.

તેમજ અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જયારે દરિયા કિનારાના જિલ્લામાં પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. જેમાં રાજ્યના અત્યાર સુધી 50 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. તેમજ છેલ્લા ચાર દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે .

જેના લીધે ડેમો અને નદીઓમાં નવા નીર પણ આવ્યા છે. તેમજ વરસાદની ઘટ પણ ઘટી છે. જ્યારે ગુજરાતના આગામી પાંચ દિવસમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

આ પણ વાંચો : GANDHINAGAR : માછીમારો માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, હવે ડીઝલ સબસીડી સીધી ખાતામાં જમા થશે

આ  પણ વાંચો: Vadodara : નવાપુરામાં 15 દિવસથી દૂષિત પાણી આવતા સ્થાનિકો પરેશાન, અનેક રજુઆતો છતાં તંત્ર નિંદ્રાધીન

Click on your DTH Provider to Add TV9 Gujarati