Gandhinagar: ગ્રેડ પે આંદોલનના પડઘા મોડી રાત સુધી સંભળાયા, ઉચ્ચ અધિકારીઓની ઊંઘ થઈ ગઈ હરામ

ત્રણ દિવસથી ચાલી રહેલા પોલીસ ગ્રેડ પે આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. તેમ છતાં સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન અમુક પોલીસ પરિવારોએ ચાલુ રાખ્યું હતી.

ગ્રેડ પેના મુદ્દે પોલીસ અને પોલીસ પરિવારો હવે આકરા પાણીએ છે. ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે કેટલાક દિવસથી આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે ગઈકાલ મોડી રાત સુધી પોલીસ પરિવારોનું આંદોલન ચાલું રહ્યું હતું. પોલીસ કર્મચારીઓનો ગ્રેડ-પે વધારવા અને યુનિયન બનાવવાની માગ સાથે આંદોલન ચાલી રહ્યું હતું. જેના પડઘા મોદી રાત્રે પણ પડ્યા હતા. સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલનકારીઓએ ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન ચાલું રાખવાની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે રાત્રી દરમિયાન પણ વિરોધ થતો જોઇને ઉચ્ચ અધિકારીઓની ઊંઘ હરામ થઇ ગઈ હતી. અને મોડી રાત્રે જ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળ પહોંચ્યા હતા. બાદમાં આંદોલનકારીઓને ઘરે ધકેલી દેવાયા હતા.

તો તમને એમ પણ જણાવી દઈએ કે ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા પોલીસ ગ્રેડ પે (Police Grade Pay) આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. તેમ છતાં સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન અમુક પોલીસ પરિવારોએ ચાલુ રાખ્યું હતી. ગઈકાલે સરકાર સાથે પોલીસ પરિવારની બેઠક બાદ આંદોલન મોકૂફ (Postpone) રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સરકાર સાથે વાતચીત બાદ 15 જેટલી માંગોની યાદી સોંપવામાં આવી છે. તેમજ હાલ પૂરતું આ આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું હોવાની વાત પોલીસ પરિવારના સભ્યે મીડિયા સમક્ષ કરી હતી. તોયે હજુ ઘણી જગ્યાએ આ મુદ્દે આંદોલન યથાવત હોય તેવું જોવા મળી રહ્યું છે.

 

આ પણ વાંચો: Navsari: સરકારી અનાજની કાળાબજારી? બીલ વિનાના 42 ટન ઘઉં ભરેલી બે શંકાસ્પદ ટ્રક ઝડપાઈ

આ પણ વાંચો: ગોકળગાયની ગતિએ સાની ડેમનું કામ થતા ખેડૂતોમાં રોષ, 3 પાલિકા અને 110 ગામોના પાણીનો આધાર છે આ ડેમ

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati