આફ્રિકાના કચ્છી વેપારીનું મહાદાન, પાટીદાર કન્યાઓના શિક્ષણ માટે 150 કરોડ રૂપિયાનું કર્યું દાન
કચ્છી લેઉઆ પટેલ સમાજ દ્વારા આયોજીત અસ્મિતા પર્વમાં આ દાનની જાહેરાત કરવામાં આવી છે. આ દાનને પગલે દીકરીઓ માત્ર 1 રૂપિયાના ટોકને શાળામાં અભ્યાસ કરી શકશે. અને તેમનો તમામ ખર્ચ હસમુખ ભુડિયા ઉપાડશે. આ દાનની જાહેરાતને પગલે કાર્યક્રમમાં દાતા અને દીકરીઓ બન્ને ખૂબ જ ભાવુક થયા હતા.
આફ્રિકાના મોમ્બાસામાં રહેતા કચ્છી ઉદ્યોગપતિ હસમુખ ભુડિયાએ દાનનો ધોધ વહાવીને સમાજને નવી રાહ ચીંધી છે. હસમુખ ભુડિયાએ દીકરીઓના શિક્ષણ માટે 150 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે કચ્છમાં શિક્ષણ સંકુલ માટે 150 કરોડ રૂપિયા ફાળવ્યા છે. હસમુખ ભુડિયાએ અગાઉ પણ 150 કરોડ ફાળવી ચુક્યા છે. અને હવે દીકરીઓ વિના મુલ્યે શિક્ષણ મેળવી શકે તે માટે બીજા 150 કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરી છે.
કચ્છી લેઉઆ પટેલ સમાજ દ્વારા આયોજીત અસ્મિતા પર્વમાં આ દાનની જાહેરાત કરવામાં આવી છે. આ દાનને પગલે દીકરીઓ માત્ર 1 રૂપિયાના ટોકને શાળામાં અભ્યાસ કરી શકશે. અને તેમનો તમામ ખર્ચ હસમુખ ભુડિયા ઉપાડશે. આ દાનની જાહેરાતને પગલે કાર્યક્રમમાં દાતા અને દીકરીઓ બન્ને ખૂબ જ ભાવુક થયા હતા. કેટલીક અનાથ દીકરીઓ ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી હતી. જેને પગલે ઉપસ્થિત સૌની આંખો પણ ભીની થઈ હતી.
ઉલ્લેખીય છે કે, કચ્છમાં ભુડિયા પરિવાર દ્વારા અગાઉ પણ અનેક પ્રકારના દાન અપાયા છે. શૈક્ષણિક સંકુલ માટે 12 ઈમારતો ચણાવાથી લઈને લોકોના આરોગ્ય માટે પણ પરિવારે દાનની સરવાણી વહાવી છે.
આ પણ વાંચો ACV 184 અને 185 જહાજની બે દાયકાની સેવા બાદ વિદાય, ભારતીય કોસ્ટ ગાર્ડની સલામ
