રાજકોટ વીડિયો : રખડતા ઢોરને લઇને તંત્ર એકશનમાં, ઢોર પકડ કામગીરીમાં વિક્ષેપ કરનારને થશે સજા

| Edited By: | Updated on: Oct 31, 2023 | 11:15 AM

રખડતા ઢોરના આતંકના પગલે ઘણા લોકોને જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે. તો રાજકોટમાં રખડતા ઢોરને લઈને તંત્ર એકશમાં છે. જેમાં મેયર, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટમાં આજથી ઢોર પકડવાની કામગીરી કડક રીતે હાથ ધરવામાં આવશે.

રાજ્યમાં દિવસે દિવસે રખડતા ઢોરનો આતંક જોવા મળે છે. રાજકોટમાં રખડતા ઢોરને લઈને તંત્ર એકશમાં છે. જેમાં મેયર, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટમાં આજથી ઢોર પકડવાની કામગીરી કડક રીતે હાથ ધરવામાં આવશે. તેમજ ઢોર પકડ કામગીરીમાં વિક્ષેપ કરનાર સામે FRI દાખલ કરવામાં આવશે. તો ઢોર પકડવાની કામગીરીમાં પોલીસ પણ સાથે રહે તેવી સંભાવના છે.

તો બીજી તરફ રખડતા ઢોર મામલે ગુજરાત હાઈકોર્ટે મામલો હાથમાં લીધો છે. હાઈકોટમાં કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓની સાથે સાથે પોલીસ તંત્રને પણ હાઈકોર્ટે આડે હાથે લીધુ હતું. હાઈકોર્ટે પ્રશાસનને 7 દિવસનો સમય આપ્યો છે.જો 7 દિવસમાં યોગ્ય પરિણામ નહી મળે તો અધિકારીઓ વિરૂદ્ધ ચાર્જ ફ્રેમ થશે.અને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ અંતર્ગત ચાર્જ ફ્રેમ થશે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો