મહેસાણામાં બુરખો પહેરીને વેપારી પર હુમલો કરનાર આરોપી ઝડપાયો, પોલીસે કરી ધરપકડ
મહેસાણા જિલ્લાના જોટાણામાં બુરખો પહેરીને આરોપી પર હુમલો કરવાની ઘટનામાં આરોપીને પોલીસે ઝડપી લીધો છે. વેપારી પર હુમલો કરવાનો વીડિયો સામે આવ્યો હતો અને જેને લઈ પોલીસે આરોપીની શોધખોળ શરુ કરી હતી. આ દરમિયાન પોલીસને આરોપી સુધી પહોંચવામાં સફળતા મળતા હુમલાખોર યુવકને ઝડપી લેવાયો છે.
મહેસાણા જિલ્લાના જોટાણામાં એક યુવકે વેપારી પર હુમલો કર્યો હતો. યુવક બુરખો પહેરીને દોડી આવીને હુમલો વેપારી પર કરવાની ઘટનાને લઈ વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો હતો. વેપારીએ હુમલાને પગલે સ્થાનિક પોલીસને ફરિયાદ કરી હતી. જેને લઈ પોલીસે આરોપીને શોધવા માટે સીસીટીવી દ્વારા તપાસ શરુ કરી હતી.
આ પણ વાંચો: વાઇબ્રન્ટ અને ઉત્તરાયણ પર્વ પૂર્ણ હવે અધિકારીઓની બદલીઓ કયારે થશે? શરુ થઈ ચર્ચા
જેમાં આરોપીની કડીઓ મળી આવતા પોલીસ આરોપી સુધી પહોંચી ગઈ હતી. પોલીસે ભઈલુ ઝાલા નામના યુવકની ધરપકડ કરી છે. આરોપી યુવકે મીનરલ વોટરના બીલના પૈસા લેવાના નિકળતા હોવાને લઈ વેપારી પાસે ઉઘરાણી કરી હતી. બંને વચ્ચે આ રકમને લઈ બોલાચાલી થતી હતી. હાલમાં બોર ઓપરેટર તરીકે ફરજ બજાવતા ભઈલુ ઝાલાને પંચાયતમાં પણ બોલતા આખરે તેણે વેપારીને પાઠ ભણાવવા માટે બુરખો પહેરીને હુમલો કર્યો હતો.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
