Vadodara Video : યુવકનું અપહરણ કરનાર પોલીસ સકંજામાં, જાણો શા માટે કર્યુ હતુ અપહરણ
વડોદરાના યુવકનું અપહરણ અને મારામારીના કેસમાં આરોપી સકંજામાં આવી ગયો છે. વડોદરામાં બે દિવસ પહેલા યુવકનું અપહરણ કરી આરોપીએ માર માર્યો હતો. પોલીસે આરોપી વિક્રમ પરમારની ધરપકડ કરી છે. આરોપી સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે. વિક્રમ પરમાર વિરૂદ્ધ અલગ અલગ 8 પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધાયેલા છે.
Vadodara: વડોદરામાં યુવકનું અપહરણ થવાની ઘટનામાં વાડી પોલીસે અપહરણકર્તાને ઝડપી લીધો છે. આરોપી વિક્રમ પરમારે યુવકનું અપહરણ કરીને યુવકને માર માર્યો હોવાનું સામે આવ્યુ છે. પોલીસે આરોપી વિક્રમ પરમારની ધરપકડ કરી છે. જ્યારે અન્ય એક આરોપી ફરાર થઇ ગયો છે. જેની શોધખોળ પોલીસ શરુ કરી છે.
વડોદરામાં વાડી વિસ્તારમાં બે દિવસ પહેલા યુવકનું અપહરણ કરી માર મારવાની ઘટનામાં પોલીસે આરોપી વિક્રમ પરમારની ધરપકડ કરી છે. વાડી વિસ્તારમાં આરોપી વિક્રેમે જૂની અદાવતમાં ક્રિષ્ના નામના યુવકનું અપહરણ કર્યું હોવાનું સામે આવ્યુ છે. આરોપીએ તેના સાગરિત સાથે મળીને યુવક સાથે મારામારી કરી હતી. આરોપી સામે અલગ અલગ 8 પોલીસ સ્ટેશનમાં ગુના પણ નોંધાયેલા છે. ત્યારે આરોપી વિક્રમ પરમારની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય એક આરોપી ફરાર છે.
