Bhavnagar : ACBની સફળ ટ્રેપ, ST વિભાગના નિયામક 50 હજારની લાંચ લેતા ઝડપાયા

ભાવનગરમાં ACB દ્વારા સફળ ટ્રેપ કરવામાં આવી હતી. એસીબીએ ST વિભાગના નિયામકને રૂ.50 હજારની લાંચ લેતા ઝડપાી પાડ્યો હતો. કલાસ વન અધિકારી અશોક પરમાર લાંચ લેતા ઝડપાયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2022 | 4:58 PM

ભાવનગરમાં (Bhavnagar) ACB દ્વારા સફળ ટ્રેપ કરવામાં આવી હતી. એસીબીએ ST વિભાગના નિયામકને રૂ.50 હજારની લાંચ લેતા ઝડપાી પાડ્યો હતો. કલાસ વન અધિકારી અશોક પરમાર લાંચ લેતા ઝડપાયા હતા. ખાનગી ટ્રાવેલ્સને ફાયદો પહોંચાડવા લાંચ માગી હતી. બંગલામાંથી જ ACBએ લાંચ લેતા ઝડપી પાડ્યા હતા.

ભાવનગરના મહુવામાં 5 ઇંચથી વધુ વરસાદ

ચોમાસાની ઋુતુ પૂર્ણ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે ત્યારે જતા જતા પણ મેઘરાજા ગુજરાતમાં જોરદાર બેટિંગ કરી રહ્યા છે. છેલ્લા બે-ત્રણ દિવસથી ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં સારો એવો વરસાદ (Rain) વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કુલ 219 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ ભાવનગરના મહુવામાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. બીજી તરફ હવામાન વિભાગે હજુ પણ ચાર દિવસ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. જેના પગલે કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યુ છે.

ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસાના અંતિમ ચરણમાં પણ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદથી ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હજુ પણ હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 4 દિવસ સૌરાષ્ટ્ર, પૂર્વ અને મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">