ભાજપ કાર્યકરની હત્યાનો આરોપી મોન્ટુ નામદાર ફરી જેલના હવાલે, જામીન પર છૂટી ફરાર થઈ જતા સાયબર ક્રાઈમે ઝડપ્યો
આરોપી મોન્ટુ નામદારે ખાડીયામાં વર્ષ 2022 માં ભાજપના કાર્યકર રમેશ મહેતાની હત્યા કરી હતી. હત્યા બાદ પોલીસે આરોપીને મોન્ટુ નામદારને ઝડપી લઈને જેલના હવાલે કર્યો હતો. આ દરમિયાન મોન્ટુએ હાઈકોર્ટ દ્વારા જામીન મેળવ્યા હતા. અને તે જેલમાંથી બહાર નિકળ્યા બાદ સતત બહાર ફરતો રહ્યો હતો. પોલીસથી બચવા માટે તે રાજસ્થાન સહિતના અનેક રાજ્યમાં તે નાસતો ફરતો રહ્યો હતો.
અમદાવાદ શહેરમાં ખાડીયા વિસ્તાકમાં ભાજપના કાર્યકરની હત્યા કરનારો આરોપી જામીન પર છૂટીને ફરાર થઈ ગયો હતો. આરોપી મોન્ટુ નામદાર નડીયાદની જેલમાં બંધ હતો. આ દરમિયાન મોન્ટુએ ગત જુલાઈ માસમાં જામીન મેળવી હતી. જે જામીન મેળવ્યા બાદ તે પરત હાજર થયો નહોતો. 14 દિવસના જામીન મેળવ્યા હતા અને જે જામીન મેળવી તે ફરાર થઈ ગયો હતો. જેને લઈ તેની પોલીસે શોધખોળ હાથ ધરી હતી.
આ પણ વાંચોઃ અમદાવાદ થી ઉદયપુર વચ્ચે દોડશે વંદે ભારત ટ્રેન? ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી ઝડપી બનાવાઈ
સાયબર ક્રાઈમ દ્વારા નાથદ્વારા ઉદયપુર હાઈવે પરથી મોન્ટુને ઝડપી લીધો હતો. એસીપી જીતેન્દ્ર યાદવે મીડિયાને બતાવ્યુ હતુ કે, આરોપી મોન્ટુ મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળતો હતો. તે જે સીમકાર્ડ મેળવતો એ પણ માંડ બે ત્રણ દિવસ પૂરતુ જ મેળવતો હતો. આમ તે પોલીસના સકંજામા ફરી પહોંચવાથી ટાળવા માટે સતત કારમાં ફરતો રહેતો હતો. પરંતુ સાયબર ક્રાઈમ અમદાવાદની ટીમે તેને ઝડપી લઈને ફરીથી જેલમાં મોકલી આપ્યો છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Oct 31, 2023 04:44 PM