વીડિયો : અરવિંદ કેજરીવાલને ગુજરાતમાં આવતા પહેલા જ મળ્યો ઝટકો, બીલીમોરા AAPના 100 સમર્થક ભાજપમાં જોડાયા

વીડિયો : અરવિંદ કેજરીવાલને ગુજરાતમાં આવતા પહેલા જ મળ્યો ઝટકો, બીલીમોરા AAPના 100 સમર્થક ભાજપમાં જોડાયા

| Edited By: | Updated on: Jan 18, 2024 | 1:51 PM

આજે આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાત પ્રવાસે આવવાના છે. જો કે ગુજરાત મુલાકાત પહેલા જ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો મળ્યો છે. બીલીમોરા આમ આદમી પાર્ટીના 100 જેટલા સમર્થકો ભાજપમાં જોડાયા છે.

લોકસભાની ચૂંટણી હવે નજીકમાં છે. તમામ રાજકીય પક્ષો હવે પ્રચાર પ્રસારના કામે લાગી ગયા છે. આજે આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાત પ્રવાસે આવવાના છે. જો કે ગુજરાત મુલાકાત પહેલા જ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો મળ્યો છે. બીલીમોરા આમ આદમી પાર્ટીના 100 જેટલા સમર્થકો ભાજપમાં જોડાયા છે.

આ પણ વાંચો-સુરત : ઉત્તરાયણ પર્વ દરમિયાન વાહન ચાલકોની સુરક્ષાએ માટે બારડોલીમાં વિનામૂલ્યે સેફટી ગાર્ડનું વિતરણ કરાયું, જુઓ વીડિયો

લોકસભા ચૂંટણી પહેલા જોડ-તોડની નીતિ શરુ થઇ ગઇ છે, ત્યારે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો મળ્યો છે. નવસારીમાં લોકસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં ભંગાણ પડ્યુ છે. બીલીમોરા આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સીતારામ પ્રજાપતિ સહિત 100 સમર્થકો ભાજપમાં જોડાયા છે. ભાજપના ધારાસભ્ય નરેશ પટેલ, જિલ્લા પ્રમુખ ભુરાલાલ શાહ અને શહેર પ્રમુખ વિજય પટેલની ઉપસ્થિતિમાં આ તમામે ભગવો ધારણ કર્યો છે.

(with input-Nilesh Gamit,Navsari)

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jan 06, 2024 10:25 AM