ગાંધીનગર મહાનગરપાલિકામાં આપની એન્ટ્રી, ભાજપની પેનલ તૂટી

ગાંધીનગર મહાનગરપાલિકા ચુંટણીમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી મોટાભાગના વોર્ડમાં કોંગ્રેસને નુકશાન થયું છે. જયારે વોર્ડ નંબર 6 માં ભાજપને પણ નુકશાન થયું છે.

ગુજરાતમાં ગાંધીનગર મહાનગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકોની રવિવારના રોજ યોજાયેલી ચુંટણીના પરિણામ આજે જાહેર થયા છે. જેમાં ભાજપે બહુમતી માટે જરૂરી 23 થી વધુ બેઠકો મેળવીને કોર્પોરેશન પર જીત મેળવી છે. જો કે આ દરમ્યાન રાજ્યના પાટનગર ગાંધીનગરના આપની એન્ટ્રી થઈ છે.

જેમાં ગાંધીનગર વોર્ડ 6 માં ભાજપની પેનલ તૂટી છે અને તેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઈ છે. સુરત કોર્પોરેશનના જીત બાદ આમ આદમી પાર્ટીએ આ વખતે ગાંધીનગર મહાનગરપાલિકા 40 ઉમેદવારો ઉભા રાખ્યા હતા. તેમજ હાલ એક બેઠક જીતીને આપે પાટનગરમાં પણ ખાતું ખોલી દીધું છે.

ગાંધીનગર મહાનગરપાલિકા ચુંટણીમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી મોટાભાગના વોર્ડમાં કોંગ્રેસને નુકશાન થયું છે. જયારે વોર્ડ નંબર 6 માં ભાજપને પણ નુકશાન થયું છે.

ગુજરાતમાં ગાંધીનગર મહાનગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકોની રવિવારે યોજાયેલી ચુંટણીના આજે પરિણામ જાહેર થઈ રહ્યા છે. જેમાં ભાજપે 44 બેઠકમાંથી બહુમતી માટે જરૂરી એવી 23 થી વધુ બેઠકો પર કબજો મેળવ્યો છે. આમ ભાજપે ગાંધીનગર મહાનગર પર જીત મેળવી લીધી છે.

ભાજપે વોર્ડ નંબર 5,7 અને 9 માં જીત મેળવી છે. જેના પગલે ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છે અને તેમણે ઉજવણી પણ શરૂ કરી દીધી છે. જો કે ભાજપની જીત નિશ્ચિત મનાઈ રહી છે. જેના પગલે બપોર બાદ કમલમ ખાતે વિજય ઉત્સવ મનાવવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચો : RAJKOT : નપા અને જિ.પં.ની ખાલી બેઠકોનું ચૂંટણી પરિણામ જાહેર, કોંગ્રેસનો પંજો છવાયો, ભાજપના બાવળિયાના ગઢમાં ગાબડું

આ પણ વાંચો : કમલમમાં મનાવાશે ગાંધીનગરની જીતનો વિજ્યોત્સવ, ભૂપેન્દ્ર પટેલ, સી આર પાટીલ રહેશે હાજર

Click on your DTH Provider to Add TV9 Gujarati