ગુજરાતનું એક એવુ ગામ, જ્યા નળ છે, પાઈપલાઈન છે, પાણીની ટાંકી પણ છે, પરંતુ તેમા પાણી નથી

સરકાર જે રૂપિયા લોકોની સુખ અને સુવિધા માટે ખર્ચે છે, તેનો પૂરેપૂરો ઉપયોગ થાય છે કે નહી તે સમયાતંરે ચકાસવુ જરૂરી છે. આ કિસ્સામાં નળ, પાઈપલાઈન, પાણીની ટાંકી બધુ છે માત્ર પાણી જ નથી.

| Updated on: Apr 07, 2021 | 3:56 PM

કેન્દ્ર સરકાર અને રાજય સરકાર ભલે નલ સે જળ યોજનાની (Nal Se Jal Yojana) વાત કરીને લોકોને ઘરે નળ મારફતે પાણી આપવાની જાહેરાત કરતી હોય, પરંતુ ગુજરાતમાં આજે પણ એવા કેટલાય ગામ છે કે ઘરે ઘરે નળ છે, નળને જોડતી પાઈપલાઈન છે, પાણીની ટાંકી પણ છે પણ તેમાં પાણી નથી.

ઉનાળાની શરૂઆત થતા જ, ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાંથી પાણી પાણીના પોકાર ( Water problemઃ સંભળાય છે. અને તેમાય ખાસ કરીને ડુંગરાળ અને જંગલ વિસ્તારના ગામના રહીશો તો, ઉનાળામાં કપરી સ્થિતીમાં મુકાઈ જાય છે . સરકાર આવા ગામના લોકોને પીવાનું પાણી મળે તે માટે વ્યવસ્થા તો કરી આપે છે પણ અધિકારીઑની બેદરકારીના ભોગ બને છે ગામડાના લોકો.

પાવી જેતપુર તાલુકાનું કુંડલ ગામ કે જે ગામની વસ્તી 2500ની આસપાસની છે. ગામ અંતરિયાળ અને ડુંગર વિસ્તારમાં આવેલુ છે . આ વિસ્તારના લોકો વર્ષોથી ઉનાળાની શરૂઆત થાય કે પીવાના પાણી માટે વલખાં મારે છે . લોકોની રજૂઆતો બાદ આ વિસ્તારમાં અનેક યોજના દ્રારા પીવાનું પાણી મળે તે માટે વ્યવસ્થા કરી આપી પણ એક પણ યોજનાને લઈ ગામના લોકોને પાણી નથી મળી રહ્યું તેવા આક્ષેપ ગામના લોકો કરી રહ્યા છે . વર્ષો પહેલા સુખી યોજના દ્રારા પાઇપ લાઈનો નાખી, સરકારી કૂવા બનાવવામાં આવ્યા ત્યાર બાદ પાણી પુરવઠા યોજના દ્રારા ટાંકી બનાવી, અને હવે વાસ્મો યોજના દ્રારા નળ સે જળ યોજના અંતર્ગત ઘરે ઘરે નળ તો બેસાડી આપવામાં આવ્યા, પણ ટીપું પાણી ગામના લોકોને મળ્યું નથી. જે કોન્ટ્રાકટરને કામ સોપવામાં આવ્યું હતું તે કામ અધૂરું છોડીને જતો રહ્યો હોવાનું ગામના લોકોનું કહેવું છે.

હાલ આ ગામમાં જે હેન્ડ પંપ છે તે બગડી ગયા છે. તો કેટલાક બોરમાં માંડ માંડ થોડું પાણી આવે છે તે 2500 જેટલી વસ્તી માટે પૂરતું નથી . જેમાં ગામના પશુઑની કફોડી હાલત બની છે આખો દિવસમાં ખેતી કામ કરીને આવ્યા બાદ અહીથી બે કિમી દૂર આવેલ સુખી ડેમમાં પાણી પીવડાવવા માટે લઈ જવા પડે છે. ગામના લોકોએ વારંવાર રજૂઆતો તંત્રમાં કરે છે. કે કેટલાક ગામના લોકો આક્ષેપ કરે છે કે ચૂંટ્ણી આવે કે નેતાઑ કામ કરી આપવા માટેના લોભામણા વચનો આપે છે અને મત મેળવી આ ગામ તરફ જોતાં પણ નથી .

મહિલાઑને પૂરતા પ્રમાણમાં પાણીના મળતા દૂર સુધી પાણી મેળવવા ભટકવું પડે છે . વિસ્તાર ડુંગર અને જંગલ વિસ્તાર હોય જંગલી જાનવરોનો પણ ડર હોય છે. જેથી પુરુષોને પણ સાથે જવાનો વારો આવે છે . જેમાં વૃદ્ધો અને બાળકોને પણ જોડાવું પડે છે . જેમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓનો અભ્યાસ પણ બગડે છે

અંતરિયાળ વિસ્તારના લોકોને પીવાનું પાણી મળે તે માટે સરકાર ચિતા તો કરે છે પણ પીવાનું પાણી ગામડાના લોકોને પહોચડવા માટેની વ્યવસ્થા કરવાની જે જવાબદારી અધિકારીઑને સોપવામાં આવી હોય તે અધિકારીઑને જાણે પડી ના હોય તેમ લાગી રહ્યું

 

Follow Us:
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">