અરવલ્લીમાં તસ્કરોનો તરખાટ, માલપુરમાં 29.5 લાખની મત્તાની ચોરીનો બનાવ

| Updated on: Jan 16, 2024 | 7:21 PM

અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં તસ્કરોએ તરખાટ મચાવી રાખ્યો છે. બંને જિલ્લાઓમાં તસ્કરોએ ઠંડીની મોસમમાં ઘરફોડ ચોરીઓ આચરવાને લઈ લોકો પરેશાન થઈ ચૂક્યા છે. ઘરફોડ ચોરીના બનાવને લઈ લોકોમાં ફફડાટ વ્યાપી રહ્યો છે. માલપુરના મંગળપુરમાં 29 લાખની મત્તાની ચોરીની ઘટના સામે આવી છે.

ઠંડી સાથે જ બોર્ડરના જિલ્લાઓમાં તસ્કરોએ ચોરીના બનાવોને અંજામ આપતા લોકોમાં ફફડાટ વ્યાપી રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં ધારાસભ્યના ઘરને પણ તસ્કરો નિશાન બનાવી ચૂક્યા છે. હવે માલપુર તાલુકામાં ચોરીની મોટી ઘટના નોંધાઈ છે. માલપુરના મંગલપુર ગામે તસ્કરોએ ત્રાટકીને 29.5 લાખ રુપિયાની મત્તાની ચોરી આચરી છે.

આ પણ વાંચો:  વાઇબ્રન્ટ અને ઉત્તરાયણ પર્વ પૂર્ણ હવે અધિકારીઓની બદલીઓ કયારે થશે? શરુ થઈ ચર્ચા

ઘટનાને પગલે સ્થાનિક પોલીસ, એલસીબી અને એસઓજીની ટીમો પણ સ્થળ પર પહોંચીને તસ્કરોને ઝડપવા માટે કાર્યવાહી શરુ કરી દીધી છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં પણ લગ્ન માટે તૈયારીઓ કરી ચુકેલા ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યાની ઘટના નોંધાઈ છે. જ્યાં તસ્કરોએ પાંચ લાખ રુપિયાની રોકડ અને સોનાના સેટની મળીને 6.76 લાખની ચોરી આચરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jan 16, 2024 07:20 PM