VIDEO : સાબરમતી જેલમાં કેદીઓનું માનસિક સ્વાસ્થ્ય સુધારવા વિપશ્યના શિબિરનું આયોજન, હાઈકોર્ટના જજ પણ ઉપસ્થિત રહ્યા

આ વિપશ્યના શિબિર થકી માનસિક દબાણ દૂર થતા કેદીઓને હળવાશ અનુભવી. આ શિબિરમાં ગુજરાત હાઈકોર્ટના જજ અને સ્ટેટ લિગલ સર્વિસ ઓથોરિટીના સભ્ય ઉપસ્થિત રહ્યાં હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2022 | 8:29 AM

ગુજરાતની ચાર મોટી જેલમાં કેદીઓની માનસિક મજબૂતી અને સ્વાસ્થ્ય સુધારવાના ભાગરૂપે વિપશ્યના શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આર્ટ ઓફ લિવિંગ અંતર્ગત અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં 10 દિવસના સેમિનારનો પ્રારંભ થયો. જેમાં મોટી સંખ્યામાં જોડાયેલા કેદીઓએ વિવિધ યોગાસન, સૂર્ય નમસ્કાર અને મેડિટેશનના પ્રોગ્રામમાં ભાગ લીધો.

સાબરમતી જેલમાં 10 દિવસનો સેમિનાર

આ વિપશ્યના શિબિર થકી માનસિક દબાણ દૂર થતા કેદીઓને હળવાશ અનુભવી. આ શિબિરમાં ગુજરાત હાઈકોર્ટના જજ અને સ્ટેટ લિગલ સર્વિસ ઓથોરિટીના સભ્ય ઉપસ્થિત રહ્યાં હતા.

થોડા દિવસો અગાઉ અમદાવાદની સેન્ટ્રલ જેલ ખાતે જેલ વિભાગને ડીજીટલ બનાવવા ખાસ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. ટેક્નોલોજીના આ યુગમાં જેલમાં બંધ કેદીઓ પોતાનાં પરિવારજનો અથવા વકીલો સાથે વાત કરી શકે તે હેતુથી પ્રિઝન કોલિંગ સીસ્ટમ શરૂ કરવામાં આવી. જેમાં કેદીઓ પોતાનાં પરિવાર સાથે સરળતાથી ફોન પર વાત કરી શકશે. આની સાથે જ કેદીઓ જેલમાંથી જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદી શકે તે હેતુથી ઈન્ડુસ કંપનીના સહયોગથી કેન્ટીન મેનેજમેન્ટ સિસ્ટમ પ્રસ્થાપિત કરવામાં આવી છે,જેમાં કેદીઓનો આધુનિક સ્માર્ટ કાર્ડ આપવામાં આવ્યા હતા.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">