Navsari: યજ્ઞ થેરાપી વિષય પર યોજાયો સેમિનાર, કોરોનાકાળમાં ફાયદો થવાનો દાવો

નવસારી શહેરમાં યજ્ઞના સેમિનાર સાથે યજ્ઞ યાત્રા પણ કાઢવામાં આવી હતી. આ યજ્ઞ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને યજ્ઞ થેરાપીનું મહત્વ સમજ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2022 | 9:16 AM

ગુજરાત (Gujarat) સહિત દેશભરમા કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે કોરોનાના આ સમયમાં સેનીટાઇઝેશન (Sanitization)પર ખૂબ ભાર આપવામાં આવે છે. ત્યારે નવસારીમાં યજ્ઞ થેરાપી વિષય પર એક સેમિનાર (Seminar)નું આયોજન કરવામાં આવ્યું. તજજ્ઞોએ દાવો કર્યો છે કે સેનીટાઇઝેશનની જેમ આ યજ્ઞથી પણ આસપાસના વિસ્તારનું શુદ્ધીકરણ થાય છે.

યજ્ઞ થેરાપી વિષય પર સેમિનાર

અનાદિકાળથી ભારતમાં યજ્ઞ-હવનની પરંપરા ચાલતી આવી છે. ધાર્મિક પરંપરા મુજબ આ યજ્ઞ થતા હોય છે. માનવામાં આવે છે કે યજ્ઞ કરવાથી શુદ્ધીકરણ થતુ હોય છે. ત્યારે નવસારીમાં આ યજ્ઞ થેરાપી વિષય પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં અનાદિકાળથી ચાલી આવતી વૈદિક યજ્ઞની પરંપરા અને તેના મહત્વ અંગે જાણકારી આપવામાં આવી હતી.

આસપાસના વિસ્તારનું શુદ્ધીકરણ થતું હોવાનો દાવો

કોરોના કાળમાં સેનેટાઈઝેશન પર ભાર મૂકાય છે. સેનીટાઇઝેશનથી કોરોના નાશ પામતો હોવાનું વૈજ્ઞાનિકોનું માનવુ છે. તે જ રીતે યજ્ઞથી આસપાસના વિસ્તારનું શુદ્ધીકરણ થતું હોવાનો તજજ્ઞોએ દાવો કર્યો છે. યજ્ઞ કરવાથી આત્માની સાથે આસપાસના વિસ્તારનું પણ શુદ્ધિકરણ થતુ હોવાનું તજજ્ઞો માને છે.

નવસારી શહેરમાં યજ્ઞના સેમિનાર સાથે યજ્ઞ યાત્રા પણ કાઢવામાં આવી હતી. આ યજ્ઞ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને યજ્ઞ થેરાપીનું મહત્વ સમજ્યા હતા.

મહત્વનું છે કે મહત્વનું છે કે ગુજરાતમાં 16 જાન્યુઆરીના રોજ કોરોનાના નવા 10150 કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના લીધે આઠ લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 3264 નવા કેસ, જ્યારે સુરતમાં 2464 નવા કોરોના કેસ નોંધાયા છે.. રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 63,610 પર પહોંચ્યો છે.

આ પણ વાંચો-

Mehsana: સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણીની કામગીરી અટકી, ભાજપના જ જુથે મંડળી બોગસ હોવાનો આરોપ લગાવ્યો

આ પણ વાંચો-

Ahmedabad: શહેરમાં નવા 4 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા, માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા 147 થઈ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">