કેબિનેટની બેઠકમાં ધોરણ 1 થી 9 અને ધોરણ 11ની વાર્ષિક પરીક્ષા મુદ્દે લેવાઈ શકે છે નિર્ણય

આજની કેબિનેટની બેઠકમાં, ( cabinet meeting ) ધોરણ 10-12ની પરિક્ષા પાછળ ઠેરવી કે નહી ? ધોરણ 1થી 9 અને 11ની પરિક્ષા લેવી કે મોકુફ રાખવી, પરિક્ષા લેવી તો કેવી રીતે યોજવી તે મુદ્દે ચર્ચા કરાશે.

| Updated on: Apr 15, 2021 | 11:34 AM

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અતી ગંભીર અને કાબુ બહાર છે. તેવા સંજોગોમાં આગામી દિવસોમાં લેવાનારી ધોરણ 1થી 9 અને 11ના વર્ષિક પરીક્ષા બાબતે આજે ગુજરાત રાજ્યના પ્રધાન મંડળની બેઠકમાં ( cabinet meeting ) ચર્ચા થવાની સંભાવના છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને કેબિનેટની બેઠક યોજાઈ છે. આજની પ્રધાનમંડળની બેઠકમાં શિક્ષણ બોર્ડના ચેરમેન, પ્રાથમિક શિક્ષણ નિયામક સહિત શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત થયા છે.

સીબીએસઈ બોર્ડે ગઈકાલે જ ધોરણ 10ની પરીક્ષા રદ કરી છે. જ્યારે ધોરણ 12ની પરીક્ષા હાલપૂરતી મૌકુફ રાખવાની જાહેરાત કરી છે. આ બોર્ડના નિર્ણય અનુસાર ગુજરાતમાં પણ પરીક્ષા બાબતે નિર્ણય લેવાઈ શકે છે. કેબિનેટની બેઠકમાં, આરોગ્ય અને શિક્ષણ વિભાગના અધિકારીઓને બોલાવાયા છે. જેના આધારે કહી શકાય કે, કેબિનેટની બેઠકમાં શિક્ષણ બાબતે કોઈને કોઈ ચર્ચા હાથ ધરાશે. ખાસ કરીને પરીક્ષા અંગે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">