સુરતમાં બિલ્ડિંગના સાતમા માળે બાળક ફસાયું, જુઓ રેસ્ક્યુ ઓપરેશનના વિડીયો

સુરતમાં બિલ્ડિંગના સાતમા માળે બાળક ફસાયું, જુઓ રેસ્ક્યુ ઓપરેશનના વિડીયો

| Edited By: | Updated on: Oct 31, 2023 | 7:03 AM

સુરત : મહાનગર સુરતમાં એક નાનું બાળક બિલ્ડિંગના સાતમા મળે રૂમમાં લોક થઇ જતા ગભરાટનો માહોલ સર્જાયો હતો. સવારે ૪ વર્ષની બાળકી બિલ્ડિંગના ચોથા માલથી પટકાઈ જવાની ઘટના બાદ સાતમા મળે બાળક ફસાયું હોવાની માહિટી સામે આવતા ફાયર બ્રિગેડને તાત્કાલિક મદદે બોલાવાયું હતું.

સુરત : મહાનગર સુરતમાં એક નાનું બાળક બિલ્ડિંગના સાતમા મળે રૂમમાં લોક થઇ જતા ગભરાટનો માહોલ સર્જાયો હતો. સવારે ૪ વર્ષની બાળકી બિલ્ડિંગના ચોથા માલથી પટકાઈ જવાની ઘટના બાદ સાતમા મળે બાળક ફસાયું હોવાની માહિટી સામે આવતા ફાયર બ્રિગેડને તાત્કાલિક મદદે બોલાવાયું હતું. બાળક એકલું રૂમમાં હોવાથી ભયભીત બન્યું હતું અને તણાવની સ્થિતિ સર્જાઈ હતી. આખરે ફાયરબ્રિગેડે બાળકને સલામત રૂમની બહાર કાઢતા જવાનોની કુશળતા અને બહાદુરી માટે તાલુઓ ગુંજી ઉઠી હતી.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર જ્હાંગીરપુરા વિસ્તારમાં આ ઘટના બની હતી. અહીં આવેલ વીર સાવરકર હાઈટ્સમાં સાતમાં માળે આવેલા ફ્લેટમાં નાનું બાળક ફસાઈ ગયું હતું. બલકે રૂમનો દરવાજો અંદરથી લોક કરી નાખ્યો હતો. ભયભીત બનેલું બાળક એકલું હોવાથી ભયમાં સતત રડતું હોવાથી પરિવારજનો પણ ચિંતિત બન્યા હતા. ઘટનાની જાણકારી મળતાં ફાયરબ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી બાળકને રેસ્ક્યું કરી સલામત તેના પરિવારને સોંપ્યું હતું. ઘટનનઈ માહિતી અંગે તપાસ કરતા પરિવારના સભ્યો કોઈ કારણોસર બહાર નીકળ્યા એ દરમિયાન બાળકે રૂમ અંદરથી લોક કરી દીધું હતું.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો