મોરબીમાં 60 વર્ષીય મહિલા તેમજ બનાસકાંઠામાં યુવતી ઉપર દુષ્કર્મ ગુજારવાની ઘટનાથી ચકચાર !

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Manasi Upadhyay

Updated on: Dec 04, 2022 | 9:35 AM

પ્રાપ્ત વિગતો અનુસાર મહિલા રાત્રે સફાઈ કાર્ય કરી રહી હતી ત્યારે કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ આ  ઘટનાને અંજામ આપ્યો હતો અને  મહિલાના દીકરાને ફરિયાદ ન કરવા માટે ધાક ધમકી આપી હતી.

બનાસકાંઠા  જિલ્લાના દિયોદરના ગ્રામિણ વિસ્તારમાં  ખેતરમાં કામ કરતી યુવતી પર દુષ્કર્મ ગુજારવાની ઘટના સામે આવી હતી.  આ ઘટનાની વિગતો એવી છે કે   પીડિત યુવતી  પોતાના ખેતરમાં કામ  કરતી હતી તે દરમિયાન  તેના ગામનો જ કિર્તી ઠાકોર નામના યુવાને  યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું હતું.  યુવતીએ નોંધાવેલી પોલીસ ફરિયાદ અનુસાર  ગામના જ કિર્તી ઠાકોર નામના યુવાને દુષ્કર્મ ગુજારીને  ધમકી આપી હતી કે જો યુવતી આ ઘટનાની જાણ કોઈને કરશે તો તેના ભાઇને કાપી નાખશે. યુવતી આ ધમકી અને દુષ્કર્મની  ઘટનાને પગલે હતપ્રભ બની ગઈ હતી. જોકે બાદમાં તેણે પોલીસ ફરિયાદ નોંધાવી  હતી.

મોરબીમાં પણ  60 વર્ષની  મહિલા ઉપર આચરવામાં આવ્યું દુષ્કર્મ

તો બીજી તરફ મોરબીમાં મહિલા સફાઇ કર્મચારીને ધારિયું બતાવી બે શખ્સોએ  અપહરણ કરીને  દુષ્કર્મ ગુજાર્યું હોવાની વિગતો સામે આવી હતી. આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી મહિલાને  સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી.  પ્રાપ્ત વિગતો અનુસાર મહિલા રાત્રે સફાઈ કાર્ય કરી રહી હતી ત્યારે કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ આ  ઘટનાને અંજામ આપ્યો હતો અને  મહિલાના દીકરાને ફરિયાદ ન કરવા માટે ધાક ધમકી આપી હતી. જોકે  આ ઘટનાને પગલે  મહિલાના સંબંધીઓ એકઠા થઈ  ગયા હતા અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.   મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. પોલીસે આ ઘટનામાં બે અજાણ્યા  ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati