75મો સ્વતંત્રતા પર્વ રાષ્ટ્રભક્તિથી તરબતર થવાનો મહોત્સવ : સીએમ રૂપાણી

સીએમ રૂપાણીએ વધુ કહ્યું કે આવનારા દિવસો આપણાં છે આગામી સદી ભારતની છે.તમામ ક્ષેત્રે ભારત શ્રેષ્ઠ બનવા આગળ વધશે. આઝાદીનો અમૃત મહોત્સવ આપણને સંકલ્પ લેવાની પ્રેરણા આપે છે. તેમજ સત્તાએ સેવાનું સાધન છે.

ગુજરાત(Gujarat) ના સીએમ રૂપાણીએ 75માં સ્વતંત્રતા પર્વ(Independence Day) ની ઉજવણીને લઇને પ્રજાજોગ સંદેશ આપ્યો છે. જેમાં તેમણે કહ્યું છે 75મો સ્વતંત્રતા પર્વ રાષ્ટ્રભક્તિથી તરબતર થવાનો મહોત્સવ છે. તેમજ એક ભારત શ્રેષ્ઠ ભારતના ધ્યેયથી આગળ વધવા હાકલ કરી છે. તેમણે કહ્યું કે આઝાદી અપાવનાર સપૂતોના સ્વપ્ન સાકાર કરવાનો અમૃત મહોત્સવ છે. સ્વતંત્રતા પર્વ નિમીત્તે આઝાદીના ઘડવૈયાને વંદન અને પ્રત્યેક દેશવાસીઓને દેશ માટે જીવી જાણવાનું છે.

સીએમ રૂપાણીએ વધુ કહ્યું કે આવનારા દિવસો આપણાં છે આગામી સદી ભારતની છે.તમામ ક્ષેત્રે ભારત શ્રેષ્ઠ બનવા આગળ વધશે. આઝાદીનો અમૃત મહોત્સવ આપણને સંકલ્પ લેવાની પ્રેરણા આપે છે. તેમજ સત્તાએ સેવાનું સાધન છે. અમે હર પળ ગુજરાતના વિકાસ માટે સમર્પિત કરી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે સરકારના પાંચ વર્ષની માત્ર ઉજવણી ન હતી સેવા યજ્ઞ હતો. તંત્રએ કોરોના કાળમાં 8.5 લાખ ગુજરાતીઓને સાજા કરી ઘરે મોકલ્યાં છે. જ્યારે સરકારે ત્રીજી લહેરની વ્યાપક તૈયારીઓ કરી છે. રાજ્યમાં મોટા પ્રમાણમાં કોરોના વેક્સીનેશન થયું છે.

રાજ્યના વિકાસની હરણફાળ અંગે જણાવ્યું કે છેલ્લા 1.5 વર્ષમાં 30,000 કરોડના વિકાસ કાર્યો કાર્યરત છે. દેશમાં FDI ના કુલ રોકાણના 37 ટકા રોકાણ ગુજરાતમાં આવ્યું છે. જ્યારે દેશમાં ગુજરાતનો બેરોજગારી દર સૌથી ઓછો 1.2 ટકા છે. ગુજરાતના ધંધા-રોજગારને કોરોનાની અસર ઓછી થઈ છે. ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે અને ભારતમાં ગુજરાત દ્રષ્ટાંત રૂપ બને તે માટે પ્રયત્ન કરીએ છીએ.

આ પણ વાંચો : PM MODI સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરી શકે છે, 14 સપ્ટેમ્બરથી શરૂ થશે 76મું વાર્ષિક સત્ર

આ પણ વાંચો : Surat : વેક્સિન લીધી હોય તો સુરત એરપોર્ટ પર હવે RTPCR રિપોર્ટ બતાવવો ફરજીયાત નહીં

Click on your DTH Provider to Add TV9 Gujarati