આકાશી આફતે પાલનપૂરમાં વિનાશ વેર્યો, મુખ્ય માર્ગ ધોવાતા સાત ગામનો સંપર્ક તુટ્યો

બનાસકાંઠામાં મેઘતાંડવે ઠેર-ઠેર તારાજી સર્જી છે,ત્યારે લડબી નદીમાં વહેણના કારણે મુખ્ય માર્ગ ધોવાતા સાત ગામનો સંપર્ક તુટી ગયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2022 | 1:17 PM

ભારે વરસાદે બનાસકાંઠાના (Banaskantha) રોડના હાલ બેહાલ કરી નાખ્યા છે.પાલનપુર તાલુકાના (Palanpur Taluka) સલેમપુરાથી વેડંચા માર્ગ પર રોડ ધોવાયો છે. લડબી નદીના પાણી રોડ પર ફરી વળતા રોડ તૂટી ગયો છે. લડબી નદીમાં વહેણના કારણે મુખ્ય માર્ગ ધોવાતા સાત ગામનો સંપર્ક તુટી ગયો છે અને વહેણના આસપાસ પાળા હોવાના કારણે વરસાદી પાણી નીકળી શકતું નથી.જોકે મુખ્ય માર્ગ તૂટવાથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં મેઘતાંડવને પગલે ઠેર- ઠેર તારાજી

બનાસકાંઠા જિલ્લામાં  મેઘતાંડવને પગલે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સર્જાયા છે. લાખણી તાલુકાના (lakhani Taluka) નાણી ગામના 50 થી વધુ પરિવારોના ઘરોમાં વરસાદી પાણી ઘુસી જતા તેમને સ્થળાંતરિત કરવાની ફરજ પડી હતી. છેલ્લા બે દિવસથી સતત પડી રહેલા વરસાદને (Heavy rain) કારણે સમગ્ર નાણી ગામ એક ટાપુમાં ફેરવાઇ ગયું છે. નાણી ગામને અન્ય ગામો સાથે જોડતા માર્ગો પર પણ 4 થી 5 ફૂટ જેટલા પાણી ભરાઇ ગયા છે. જેને કારણે સમગ્ર ગામ સંપર્કવિહોણું બન્યું છે. ત્યારે ગામના સ્થાનિકો પણ આ પરિસ્થિતિમાં સરકાર અસરગ્રસ્તોને સહાય કરે તેવી માગ કરી રહ્યા છે.

 દાંતીવાડા ડેમ છલોછલ

બનાસકાંઠામાં (Banaskantha) છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. દાંતીવાડા (DantiWada dam) અને આસપાસનાં વિસ્તારોમાં વરસાદને પગલે દાંતીવડા ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ છે. ઉતર ગુજરાતની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં પાણીની આવક વધતા ખેડૂતોને સિંચાઈના માટે ફાયદો થશે. ભારે વરસાદના (heavy rain) પગલે દાંતીવાડા ડેમની સપાટી 587.50 ફૂટ પર પહોંચી છે.હાલ ડેમમાં 17000 ક્યુસેક પાણીની આવક થઈ છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">