રાજકોટ-ગોંડલ રોડ પર એક સાથે 7 વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા, જુઓ વીડિયો

રાજકોટ-ગોંડલ રોડ પર એક સાથે 7 વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Jan 13, 2024 | 11:52 AM

રાજકોટ - ગોંડલ રોડ પર એક સાથે 7 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો છે.તેમજ ગોંડલ રોડ પર કિસાન પંપ નજીક અકસ્માત થયો છે.એકની પાછળ એક કાર અથડાતા અકસ્માત સર્જાયો છે. અકસ્માતના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયો છે.

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે રાજકોટમાં ફરી એકવાર અકસ્માતની ઘટના બની છે. રાજકોટ – ગોંડલ રોડ પર એક સાથે 7 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો છે.તેમજ ગોંડલ રોડ પર કિસાન પંપ નજીક અકસ્માત થયો છે.એકની પાછળ એક કાર અથડાતા અકસ્માત સર્જાયો છે. અકસ્માતના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયો છે. સમગ્ર ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક ક્લીયર કરાવ્યો છે.

બીજી તરફ આ અગાઉ સુરતના વરસાડા પાટિયાના હાઈવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો છે. કન્ટેનરે ડિવાઇડર કૂદીને ST બસ અને આઇસરને અડફેટે લીધા હતા. જેમાં ST બસના ડ્રાઇવર-કંડક્ટર સહિત 10 લોકોને ઇજા પહોંચી હતી. સામેના લેન પરથી આવતા કન્ટેનર ડિવાઇડર કૂદીને મારી ટક્કરી હતી. ઈજાગ્રસ્ત થયેલા તમામ મુસાફરોને સારવાર માટે SSG હોસ્પિટલ ખસેડાયા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો