નવા મંત્રીમંડળના 7 મંત્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો, આ કોઇ હોદ્દો નથી જવાબદારી છે : ગૃહમંત્રી હર્ષ સંઘવી

શ્રાદ્ધ પહેલાં જ ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે વહેલી સવારથી એકપછી એક મંત્રીઓએ ચાર્જ સંભાળી લીધો છે. સૌથી પહેલા શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, શ્રમ અને રોજગારમંત્રી બ્રિજેશ મેરજા અને કૃષિમંત્રી રાઘવજી પટેલે ચાર્જ સંભાળ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2021 | 2:38 PM

ગુરુવારે ગુજરાતના નવા મંત્રીમંડળના 24 મંત્રીઓએ શપથ લીધા હતા. જેમાંથી 7 મંત્રીઓએ આજે ચાર્જ સંભાળી લીધો છે. મંત્રીઓએ ખુરશી પર બેસતા પહેલા ઓફિસમાં પૂજા કરાવી હતી. જેમા ગણેશજી, નીલકંઠ વરણી, ભગવત ગીતા સહિતની મૂર્તિ-પુસ્તકોની સ્થાપના કરી પૂજા-આરતી કરી હતી. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ચાર્જ સંભાળતા પહેલા પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના આશીર્વાદ લીધા હતા. જ્યારે ભૂપેન્દ્રસિંહે વાઘાણીને ગણેશજીની મૂર્તિ તેમજ પેન ભેટ આપી હતી. ત્યારે ગૃહમંત્રી મંત્રી હર્ષ સંઘવીએ ભારતમાતાની પૂજા કરી ચાર્જ સંભાળ્યો હતો.

7 મંત્રીઓએ ચાર્જ સંભાળ્યો
શ્રાદ્ધ પહેલાં જ ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે વહેલી સવારથી એકપછી એક મંત્રીઓએ ચાર્જ સંભાળી લીધો છે. સૌથી પહેલા શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી, શ્રમ અને રોજગારપ્રધાન બ્રિજેશ મેરજા અને કૃષિપ્રધાન રાઘવજી પટેલે ચાર્જ સંભાળ્યો હતો. ત્યારબાદ મહિલા અને બાળ કલ્યાણ (સ્વતંત્ર હવાલો), સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી મનિષાબેન વકિલે પણ આજે ચાર્જ સંભાળ્યો હતો. તમામ મંત્રીઓએ પોતાના પરિવાર સભ્યો સાથે ઓફિસમાં પ્રવેશ કર્યો હતો.

પિતા સાથે ઓફિસ પહોંચ્યા ગૃહમંત્રી હર્ષ સંઘવી
રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતાના પિતા સાથે ઓફિસમાં પ્રવેશ કર્યો હતો. સાથે જ પોતાની સાથે‘ યશસ્વી ભારત, ભગવદ ગીતા સહિતના ત્રણ પુસ્તકો લઈને પોતાની ચેમ્બરમાં આવ્યાં હતાં. જ્યાં તેઓએ યશસ્વી ભારત, ભગવત ગીતા તેમજ ભારતમાતાની પૂજા-આરતી કરી હતી. ઉપરાંત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી વિનોદભાઈ મોરડિયાએ નીલકંઠ વર્ણીની મૂર્તિની સ્થાપના કરી પૂજા-આરતી કર્યા બાદ ઓફિસમાં પહેલા દિવસની શરૂઆત કરી હતી.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">