Gandhinagar: સરકારી બાળ સંભાળ ગૃહના 7 બાળકો ગૂમ, શાળાએ ગયા બાદ બાળકોનો કોઈ અતોપતો નહીં

Gandhinagar: પાટનગરથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગરના સરકારી બાળ સંભાળ ગૃહના 7 બાળકો ગૂમ થયાની માહિતી મળી છે. 7 બાળકો શાળાએ ગયા બાદ થયા ગૂમ થઇ ગયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2021 | 10:24 AM

Gandhinagar: પાટનગરથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગરના સરકારી બાળ સંભાળ ગૃહના 7 બાળકો ગૂમ થયાની માહિતી મળી છે. 7 બાળકો શાળાએ ગયા બાદ થયા ગૂમ થઇ ગયા છે. બાળકો ભાગી ગયા છે કે તેમનું અપહરણ થયું છે કોઈ જાણકારી હજુ મળી નથી.

વધુ ચોંકાવનારી વાત એ છે કે છેલ્લા દોઢ મહિનામાં 13 બાળકો આ રીતે ગાયબ થયા છે. સરકારી બાળ સંભાળ ગૃહના બાળકો આ રીતે ગાયબ થઇ જતા ઘણા સવાલો ઉઠ્યા છે. બાળકોનું અપહરણ થયું કે ભાગી ગયા તેની સ્પષ્ટતા હજુ સુધી થઇ નથી. સમગ્ર મામલે બાળ સંભાળ ગૃહના અધિક્ષકે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

તમને જણાવી દઈએ કે સેક્ટર-17 ખાતે બાળ સંરક્ષણ ગૃહ આવેલ છે. જેમાંથી વધુ 7 બાળકો ગાયબ થયા છે. અગાઉ પણ આ રીતે બાળકો ગાયબ થયેલા છે. ત્યારે આ વખતે શાળાએ ગયા બાદ સાતેય બાળકો પરત ન આવ્યા. જેને લઈને સેક્ટર-17 બાળ સંરક્ષણ ગૃહ દ્વારા સેક્ટર 21 ખાતે પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધવામાં આવશે એવી માહિતી છે. ત્યારે જાણવું જરૂરી છે કે અઠવાડિયા પહેલા જ ગાંધીનગરના સેકટર-17 માં આવેલા બાળ સુરક્ષા ગૃહમાંથી ત્રણ બાળકો ભાગી ગયા હતા. રક્ષણની જરૂરિયાત વાળા 6 વર્ષથી 18 વર્ષ સુધીના બાળકો અહીંયા આશ્રય મેળવે છે. પરંતુ અહીંથી બાળકો ગૂમ થતા ચિંતા વધી છે. આંકડા પ્રમાણે 10 દિવસમાં સેક્ટર-17 ના બાળ સંરક્ષણ ગૃહમાં રહેતા કુલ 10 બાળકો ભાગી ગયા છે.

આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને 10.30 કલાકે યોજાશે કેબિનેટ બેઠક, ગ્રેડ પે મામલે થશે ચર્ચા

આ પણ વાંચો: Banaskantha: પાણીની સમસ્યા દૂર, દાંતીવાડા ડેમનું પાણી સીપુ વોટર પ્લાન્ટમાં પહોંચતા લોકોમાં આનંદ

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">