Valsad Video: ડુંગરી ફળિયામાં 6 વર્ષની બાળકીનું ગળુ દબાવીને હત્યા, આરોપી ફરાર
બાળકીના પરિવારજનોનો આરોપ છે કે, આરોપી યુવકે બાળકીનું અપહરણ કરીને દુષ્કર્મ ગુજાર્યું અને ત્યારબાદ તેની હત્યા કરી છે. ઘટનાની જાણ થતાં પોલીસ વિભાગ દોડતું થયું છે અને બાળકીના હત્યારાની શોધખોળ હાથ ધરી છે. તપાસ દરમિયાન પોલીસને કેટલાક CCTV હાથ લાગ્યા છે. જેમાં જોઇ શકાય છે કે આરોપી યુવક 6 વર્ષની માસૂમને લઇને જઇ રહ્યો છે. હાલ પોલીસે CCTV આધારે આરોપી યુવકની તપાસ હાથ ધરી છે.
Valsad : વલસાડમાં 6 વર્ષની માસૂમની હત્યાથી ચકચાર મચી જવા પામી છે. વલસાડના ડુંગરી ફળિયામાં બાળકીનું ગળુ દબાવીને મોતને ઘાટ ઉતારી હોવાની ઘટના સામે આવી છે. બાળકીના પરિવારજનોનો આરોપ છે કે, આરોપી યુવકે બાળકીનું અપહરણ કરીને દુષ્કર્મ ગુજાર્યું અને ત્યારબાદ તેની હત્યા કરી છે.
આ પણ વાંચો Valsad : પારનેરા ડુંગર ખાતે નવરાત્રી નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર, જુઓ Video
ઘટનાની જાણ થતાં પોલીસ વિભાગ દોડતું થયું છે અને બાળકીના હત્યારાની શોધખોળ હાથ ધરી છે. તપાસ દરમિયાન પોલીસને કેટલાક CCTV હાથ લાગ્યા છે. જેમાં જોઇ શકાય છે કે આરોપી યુવક 6 વર્ષની માસૂમને લઇને જઇ રહ્યો છે. હાલ પોલીસે CCTV આધારે આરોપી યુવકની તપાસ હાથ ધરી છે.
વલસાડ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
