રાજ્યના 50 તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, આ વિસ્તારમાં આજે સૌથી વધારે વરસાદ સાથે જળબંબાકાર

Rain in Gujarat : રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં 50 તાલુકામાં વરસાદ જોવા મળ્યો. આજે રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં 1 ઇંચથી પોણા પોણા આઠ ઇંચ સુધી વરસાદ પડ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2021 | 11:09 PM

GANDHINAGAR : રાજ્યમાં હાલ ચોમાસું સક્રિય છે અને બીજા રાઉન્ડમાં મેઘરાજા ધુંવાધાર બેટિંગ કરી રહ્યાં છે. આજે 23 સપ્ટેમ્બરે રાજ્યમાં આજે 50 તાલુકામાં આજે વરસાદ વરસ્યો છે. આ તાલુકાઓમાં 1 ઇંચથી પોણા પોણા આઠ ઇંચ સુધી વરસાદ પડ્યો છે.

સૌથી વધુ વરસાદ જામનગરના જોડીયામાં જોવા મળ્યો. અહિયાં પોણા આંઠ ઇંચ વરસાદ વરસતા વિસ્તારમાં ખુબ પાણી ભર્યા. તો બીજી તરફ કચ્છના નખત્રાણામાં 4 ઇંચ વરસાદ થયો. તો સુરતના ઉમરપાડામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. વલસાડના કપરાડામાં પણ પોણા ત્રણ ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ ઉભી થઇ છે.

રાજ્યમાં અવિરત મેઘ મહેર યથાવત છે. અને મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. સુરતમાં વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી. અને શહેરને પાણી પાણી કરી દીધું. તો આ તરફ અમદાવાદના વિરમગામ, માંડલ પંથકમાં પણ મેઘ મહેર જોવા મળી. તો ભરૂચમાં ધોધમાર વરસાદ વરસ્યો અને ભારે વરસાદને પગલે ભરૂચના બજારોમાં નદીઓ વહેલા માંડી. તો કેટલાક લોકો પાણીમાં તણાયા. આ તરફ કચ્છમાં પણ મેઘાએ જોરદાર બેટિંગ કરી., અને રાપર તથા નખત્રાણામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ. તો દાહોદના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના સમાચાર છે.

આ પણ વાંચો: Ahmedabad: 214 શાળાઓને ક્લોઝર નોટિસ મળતા દોડતા થયા સંચાલકો, આટલી શાળાએ મેળવી ફાયર NOC

Follow Us:
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">