Gujarat ના 50 તાલુકામાં 1 થી 3 ઇંચ વરસાદ, ડાંગમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો

જેમાં સોમવારે રાજ્યના 50 તાલુકામાં 1થી 3 ઇંચ વરસાદ પડ્યો છે. જેમાં તાપીના ડોલવણમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2021 | 8:52 PM

ગુજરાત(Gujarat) માં છેલ્લા બે ત્રણ દિવસથી  સતત વરસી રહેલી મેઘમહેર હજુ પણ યથાવત છે. જેમાં સોમવારે રાજ્યના 50 તાલુકામાં 1થી 3 ઇંચ વરસાદ(Rain) પડ્યો છે. જેમાં તાપીના ડોલવણમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે જુનાગઢના વિસાવદર અને નવસારીના ખેરગામમાં 3-3 ઇંચ વરસાદ ખાબકયો છે.

તેમજ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં સતત બીજા દિવસે મેઘરાજાની જમાવટ રહી છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં 1થી 3 ઇંચ જેવો વરસાદ પડ્યો છે. તેમજ ડાંગમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત રાજયમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદને કારણે જળસંકટ હળવું બન્યું છે. જેમાં રાજયના કેટલાક ડેમ ઓવરફ્લો થયા છે. જેમાં જામનગરના કાલાવડના બાલાવડી ડેમ ફુલઝર-1 ડેમ ઓવરફ્લો થયા છે.

આ પણ વાંચો : TMKOC : ફરીથી ફેલાયા ‘બબીતા ​​જી’ નાં શો છોડવાના સમાચાર, હવે મુનમુન દત્તાએ જણાવી સાચી વાત

આ પણ વાંચો : Health Tips: મસાની સમસ્યાથી છુટકારો મેળવવા અપનાવો આ ઘરેલુ ઉપાય

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">