રાજ્યના જર્જરિત બ્રિજ મામલે મોટા સમાચાર, કુલ 8 હેરિટેજ બ્રિજમાંથી 5 બંધ કરાયા
આ હેરિટેજ બ્રિજ 100 વર્ષથી વધુ જૂના છે. તો બે હેરિટેજ બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ લગાવાયો છે. તો એક હેરિટેજ બ્રિજનું સમારકામ પ્રગતિમાં છે. આ ઉપરાંત રાજ્યના કુલ 40 બ્રિજને નાના સમારકામની અને 23 બ્રિજને મોટા સમારકામની જરૂર છે. અમદાવાદના હેરિટેજ એલિસ બ્રિજના સમારકામ માટે પણ ટેન્ડર મંગાવાયા છે.
રાજ્યના જર્જરિત બ્રિજ મામલે કોર્ટમાં સોગંદનામા સ્વરૂપે માહિતી રજૂ કરવામાં આવી હતી. કોર્ટમાં રજૂ કરાયેલ માહિતી મુજબ રાજ્યમાં કુલ 8 હેરિટેજ બ્રિજમાંથી 5 હેરિટેજ બ્રિજને બંધ કારાયા છે. આ હેરિટેજ બ્રિજ 100 વર્ષથી વધુ જૂના છે. તો બે હેરિટેજ બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ લગાવાયો છે. તો એક હેરિટેજ બ્રિજનું સમારકામ પ્રગતિમાં છે.
આ ઉપરાંત રાજ્યના કુલ 40 બ્રિજને નાના સમારકામની અને 23 બ્રિજને મોટા સમારકામની જરૂર છે. અમદાવાદના હેરિટેજ એલિસ બ્રિજના સમારકામ માટે પણ ટેન્ડર મંગાવાયા છે. તો બંધ પડેલા હાટકેશ્વર બ્રિજ મામલે બે વખત ટેન્ડર મંગાવવામાં આવ્યા પરંતુ કોઈએ રસ દાખવ્યો નહોતો.
વડોદરાના કમાટીબાગ બ્રિજને પણ બંધ કરાયો છે. કમાટીબાગ બ્રિજની બાજુમાં નવા ફુટ ઓવર બ્રિજની કામગીરી પ્રગતિમાં છે. રાજકોટના જામનગર રોડ પર આવેલા સાંઢીયા બ્રિજને તોડીને નવા બ્રિજની કામગીરી માટેની પ્રક્રિયા ચાલુ છે.
આ પણ વાંચો ગુજરાત સરકાર પોલીસ વિભાગમાં 12 હજાર જગ્યાઓ ભરશે, હાઇકોર્ટમાં રજૂ કર્યું સોગંદનામું
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
