દમણગંગા નદીમાં 5 ડૂબ્યા, 2 લાપત્તા

દક્ષિણ ગુજરાતના વાપી નજીકથી પસાર થતી દમણગંગા ( damanganga ) નદીમાં નાહવા પડેલા પાંચ યુવકો પાણીના વહેણમાં તણાઈ ગયા હતા.

  • Bipin Prajapati
  • Published On - 8:35 AM, 30 Mar 2021
દમણગંગા નદીમાં 5 ડૂબ્યા, 2 લાપત્તા
વાપી નજીકથી પસાર થતી દમણગંગા નદીમાં પાંચ યુવકો તણાયા

દક્ષિણ ગુજરાતમાંથી પસાર થતી દમણગંગા ( damanganga ) નદીમાં નાહવા પડેલા પાંચ યુવકો પાણીના વહેણમાં તણાઈ ગયા હતા. દક્ષિણ ગુજરાતના વાપી ( vapi ) પાસેથી પસાર થતી દમણગંગા નદીમાં હોળી રમીને નાહવા પડેલા પાંચ યુવકો નદીના વહેણમાં તણાયા હતા. તણાઈ રહેલા પાંચ યુવકોમાંથી ત્રણને બચાવી લેવાયા હતા. જ્યારે બે યુવકો તણાઈ ગયા છે. જેમની હજુ પણ શોધખોળ ચાલુ છે.  વાપીના ચાણોદ વિસ્તારના આ પાચેય યુવકો ધૂળેટી રમીને દમણગંગા નદીમાં નાહવા પડ્યા હતા. પરંતુ પાણીના વહેણમાં પાંચેય યુવાનો તણાયા હતા. ડુંગરા પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોએ તણાયેલા પાંચ યુવાનોમાથી ત્રણને જીવતા બચાવ્યા હતા. જ્યારે બે યુવકો લાપત્તા થતા તેમની શોધખોળ હાથ ધરી છે.