પંચમહાલ વીડિયો: નકલી વિઝિલન્સ બનીને ફરતા 4 શખ્સો પોલીસ સકંજામાં, 6 મોબાઈલ સહિત 50 હજાર રોકડ જપ્ત કરાઈ

પંચમહાલ વીડિયો: નકલી વિઝિલન્સ બનીને ફરતા 4 શખ્સો પોલીસ સકંજામાં, 6 મોબાઈલ સહિત 50 હજાર રોકડ જપ્ત કરાઈ

| Edited By: | Updated on: Jan 13, 2024 | 3:26 PM

પંચમહાલ જિલ્લામાં નકલી વિઝિલન્સ બનીને ફરતા 4 લોકો ઝડપાયા છે. બુટલેગરોને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપીને પૈસા પડાવતા હોવાનું સામે આવ્યુ છે. તેમજ મોરવા હડફ અને ગોધરામાં નકલી વિજિલન્સ બનીને તોડ કરતા ઝડપાયો હતો.

પંચમહાલ જિલ્લામાં નકલી વિઝિલન્સ બનીને ફરતા 4 લોકો ઝડપાયા છે. બુટલેગરોને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપીને પૈસા પડાવતા હોવાનું સામે આવ્યુ છે. તેમજ મોરવા હડફ અને ગોધરામાં નકલી વિજિલન્સ બનીને તોડ કરતા ઝડપાયો હતો. જેમાં એક કાર 6 મોબાઈલ અને 50 હજારની રોકડ જપ્ત કરવામાં આવી છે. આ ચાર આરોપી ખેડા, ગાંધીનગર અને અમદાવાદના હોવાનું ખુલ્યુ છે. પોલીસ આરોપીઓ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

બીજી તરફ કચ્છમાં કરોડો ભરેલી કેશવાન લૂંટવાના નિષ્ફળ પ્રયાસના કેસમાં 6 આરોપીઓને ઝડપ્યા છે. આ મામલે ગાંધીધામ પોલીસની તપાસમાં ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જેમાં 2 કર્મચારીઓએ લૂંટનો પ્લાન કર્યો હતો. કચ્છમાં 2.13 કરોડ ભરેલી કેશવાન લૂંટીને આરોપી ફરાર થયો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jan 13, 2024 02:55 PM