ભાવનગર વીડિયો: LCB પોલીસે નકલી નોટ સાથે 3 વ્યક્તિને ઝડપી પાડ્યા, 31 હજારની નકલી નોટ જપ્ત
LCB પોલીસે ભાવનગર શહેરના પ્લોટગેટ વિસ્તારમાંથી ડુપ્લીકેટ નોટના જથ્થા સાથે ત્રણ વ્યક્તિની ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપીઓ યુવા વર્ગના હોવાનું સામે આવ્યુ છે. આરોપીઓએ શોર્ટકટ રસ્તો અપનાવી રાતો રાત રૂપિયા બનાવવા માટે ડુપ્લીકેટ નોટ બનાવવાનો આ પ્લાન ઘડ્યો હોવાનું સામે આવ્યુ છે.
LCB પોલીસે ભાવનગરમાંથી નકલી નોટોની હેરાફેરી કરનાર ત્રણ લોકોને ઝડપી પાડ્યા છે. આ ત્રણ વ્યક્તિ પાસેથી 31 હજારની કિંમતની 500 રુપિયાની ડુપ્લીકેટ નોટ ઝડપાઇ છે. પ્લોટગેટ વિસ્તારમાંથી આ નકલી નોટ પકડી પાડવામાં આવી છે. પોલીસે પકડાયેલા ત્રણેય આરોપીઓની પુછપરછ શરુ કરી છે.
આ પણ વાંચો- સુરેન્દ્રનગરના હળવદ APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 7215 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ
LCB પોલીસે ભાવનગર શહેરના પ્લોટગેટ વિસ્તારમાંથી ડુપ્લીકેટ નોટના જથ્થા સાથે ત્રણ વ્યક્તિની ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપીઓ યુવા વર્ગના હોવાનું સામે આવ્યુ છે.આરોપીઓએ શોર્ટકટ રસ્તો અપનાવી રાતો રાત રૂપિયા બનાવવા માટે ડુપ્લીકેટ નોટ બનાવવાનો આ પ્લાન ઘડ્યો હોવાનું સામે આવ્યુ છે.આરોપીઓ નકલી નોટ વટાવવા જાય તે પહેલા જ LCBએ દબોચી લીધા હતા. પોલીસે પ્લોટગેટ વિસ્તારમાં 500 રુપિયાથી નકલી નોટ ઝડપાઈ છે. નોટ સહિતનો અન્ય વસ્તુ મળી 1.16 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
