AHMEDABAD : અમિત શાહની ઉપસ્થિતિમાં સોલામાં ઉમિયાધામ મંદિર ખાતે આજથી ત્રિદિવસીય શિલાન્યાસ મહોત્સવનો પ્રારંભ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની હાજરીમાં આજે શનિવારથી ત્રણ દિવસીય શિલાન્યાસ સમારોહ શરૂ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 ડિસેમ્બરે ડિજિટલ માધ્યમથી શિલાન્યાસ સમારોહમાં હાજરી આપશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 11, 2021 | 7:07 AM

AHMEDABAD : અમદાવાદના સોલામાં ઉમિયાધામ મંદિર ખાતે આજથી ત્રિદિવસીય શિલાન્યાસ મહોત્સવનો શુભારંભ થશે. જેમાં આજે મંદિરનો શિલાન્યાસ કરવામાં આવશે.. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે. સવારે 9 કલાકે 51 કરોડ મંત્રોચ્ચાર સાથે પોથીયાત્રા યોજાશે.વિશ્વ પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર સમાન ઉમિયાધામ મંદિર અમદાવાદના સોલામાં આકાર લઇ રહ્યું છે. આશરે 1500 કરોડના ખર્ચે ઉમિયાધામનું નિર્માણ થશે. ત્રિદિવસીય શિલાન્યાસ મહોત્સવનો શુભારંભ 11મી ડિસેમ્બરથી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહના હસ્તે થશે. 12મી ડિસેમ્બરે ભવ્ય નવચંડી અને 13મી ડિસેમ્બરે શિલાપૂજન થશે.

ભાજપના ધારાસભ્ય અને ઉમિયાધામ શિલાન્યાસ મહોત્સવ સમિતિના પ્રમુખ બાબુભાઈ પટેલે જણાવ્યું હતું કે, કડવા પાટીદાર સમાજની કુળદેવી માતા ઉમિયાને સમર્પિત મંદિર અને અન્ય ઈમારતો 74,000 ચોરસ વર્ગ જમીનમાં બાંધવામાં આવશે. તેના પર 1,500 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની હાજરીમાં આજે શનિવારથી ત્રણ દિવસીય શિલાન્યાસ સમારોહ શરૂ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 ડિસેમ્બરે ડિજિટલ માધ્યમથી શિલાન્યાસ સમારોહમાં હાજરી આપશે.

ઉમિયાધામ મંદિર ઉપરાંત, ઊંઝા ખાતે મુખ્ય મંદિરનું સંચાલન કરતું ટ્રસ્ટ પણ UPSC અને GPSC પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહેલા પાટીદાર યુવાનોને તાલીમ તેમજ હોસ્ટેલની સુવિધા આપવા માટે મંદિરની બાજુમાં 13 માળનું સંકુલ પણ બાંધશે.

બાદમાં સાંજે અમિત શાહ સોલા ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલ 4 લેન રેલ્વે ઓવરબ્રિજ અને પાણી વિતરણ સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે.

આ પણ વાંચો : GUJARAT : છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં 34,700 નવી કંપનીઓ ખુલી, દેશમાં 8માં ક્રમે રહ્યું ગુજરાત

આ પણ વાંચો : સાબરકાંઠા: CM ભૂપેન્દ્ર પટેલે વંચિત વર્ગની મહિલાઓના પગ ધોઇ લૂછ્યા, CR પાટીલે કહ્યુ, પેજ પ્રમુખ વિમા સુરક્ષિત પેજ ની ફરજ અદા કરે

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">