રાજકોટ: ગોંડલમાં જુગાર રમતા 28 શખ્સ ઝડપાયા, 16 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

રાજકોટ: ગોંડલમાં જુગાર રમતા 28 શખ્સ ઝડપાયા, 16 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

| Edited By: | Updated on: Jan 30, 2024 | 9:50 PM

ગોંડલના કમર કોટડા ગામે ઘોડીપાસાના જુગારની ક્લબ બે ઈસમો ચલાવી રહ્યા હોવાની માહિતી મળી હતી. હબીબ ઠેબા અને અજીત નામના ઈસમો જુગાર ક્લબ ચલાવતા હતા. પોલીસે વાડી માલિક સહિતના કુલ 28 શખ્સોને ઝડપી પાડી રોકડ રૂપિયા સહિત 16.34 લાખનો મુદ્દામાલ ઝડપ્યો છે.

રાજકોટના ગોંડલમાં જુગાર રમતા 28 શખ્સ ઝડપાયા હોવાની ઘટના સામે આવી છે. ગોંડલના કમર કોટડા ગામેથી LCBએ જુગારધામ ઝડપી પાડ્યું છે. મયુર જાગાણીની વાડીમાંથી ઘોડીપાસાનો જુગાર રમતા 28 જેટલા શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. ઘોડીપાસાના જુગારની ક્લબ બે ઈસમો ચલાવી રહ્યા હોવાની માહિતી મળી હતી.

હબીબ ઠેબા અને અજીત નામના ઈસમો જુગાર ક્લબ ચલાવતા હતા. પોલીસે વાડી માલિક સહિતના કુલ 28 શખ્સોને ઝડપી પાડી રોકડ રૂપિયા સહિત 16.34 લાખનો મુદ્દામાલ ઝડપ્યો છે. ઝડપાયેલા ઈસમોમાં મોટાભાગના રાજકોટના રહીશો હોવાની માહિતી મળી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ વિવાદમાં, તબીબની ભૂલના કારણે યુવતીની જિંદગી બરબાદ થઈ