OMICRON : ગુજરાતમાં ઓમિક્રોનના નવા 23 કેસ સાથે રાજ્યમાં કુલ 136 કેસો થયા

OMICRON IN GUJARAT : રાજ્યમાં આજે નોંધાયેલા નવા 23 કેસો સાથે ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા 136 થઇ છે, જેમાંથી અત્યાર સુધીમાં 65 દર્દીઓ રીકવર થયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2022 | 10:04 PM

રાજ્યમાં અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં  સૌથી વધુ 50 ઓમિક્રોન કેસ નોંધાયા છે.

GANDHINAGAR : ગુજરાતમાં શનિવારે કોવિડ-19ના ઓમિક્રોન (OMICRON)વેરિઅન્ટના 23 નવા કેસ નોંધાયા છે, જેનાથી રાજ્યમાં આવા કેસની સંખ્યા 136 થઈ ગઈ છે. ગઈકાલે ૩૧ ડિસેમ્બરે રાજ્યમાં ઓમિક્રોનના 16 કેસ નોંધાયા હતા. આજે 1 જાન્યુઆરીએ એકલા અમદાવાદ શહેરમાં 11 નવા ઓમિક્રોન કેસ, સુરતમાં 4, વડોદરા, આણંદ અને કચ્છમાં 2-2 અને ખેડા અને રાજકોટમાં 1-1 કેસ નોંધાયા છે.આમાંથી માત્ર 12 દર્દીઓ વિદેશથી આવેલા છે, બાકીના તમામની ટ્રાવેલ હિસ્ટ્રી નથી.

રાજ્યમાં અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં  સૌથી વધુ 50 ઓમિક્રોન કેસ નોંધાયા છે, ત્યારબાદ વડોદરામાં 23, સુરતમાં 16 અને આણંદમાં 13 કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજે ઓમિક્રોનના 23 નવા કેસોની વિગત આ મૂજબ છે :

1) અમદાવાદ શહેરમાં 6 પુરુષ અને 5 સ્ત્રી એમ 11 ઓમિક્રોન કેસ નોંધાયા, જેમાંથી 6 દર્દી વિદેશથી આવેલા છે, જયારે 5 દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી નથી.

2) સુરત શહેરમાં 2 પુરુષ અને 2 સ્ત્રી એમ 4 ઓમિક્રોન કેસ નોંધાયા છે, જેમાંથી 3 દર્દીઓ વિદેશથી આવ્યાં છે જયારે 1 કેસની ટ્રાવેલ હિસ્ટ્રી નથી.

3) આણંદમાં 2 સ્ત્રી ઓમિક્રોન સંક્રમિત થઇ છે, જેમાંથી એક સ્ત્રી વિદેશથી આવેલી, જયારે અન્ય એકની ટ્રાવેલ હિસ્ટ્રી નથી.

4) વડોદરા શહેરમાં 2 કેસ નોંધાયા છે, આ બંનેની ટ્રાવેલ હિસ્ટ્રી નથી.

5) કચ્છમાં 2 સ્ત્રી ઓમિક્રોન સંક્રમિત થઇ છે, જેમાંથી એક સ્ત્રી વિદેશથી આવેલી, જયારે અન્ય એકની ટ્રાવેલ હિસ્ટ્રી નથી.

6) ખેડા જિલ્લામાં 1 પુરુષ ઓમિક્રોન સંક્રમિત થયો છે, જેની ટ્રાવેલ હિસ્ટ્રી નથી.

7) રાજકોટમાં વિદેશથી આવેલ એક પુરુષ ઓમિક્રોન સંક્રમિત થયો છે.

રાજ્યમાં આજે નોંધાયેલા નવા 23 કેસો સાથે ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા 136 થઇ છે, જેમાંથી અત્યાર સુધીમાં 65 દર્દીઓ રીકવર થયા છે.

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">